Friday, January 10, 2025
HomeGujaratમોરબીમાં ટેન્કરે વધુ એક યુવકને કચડી નાખ્યો : સારવાર દરમિયાન યુવકનું મોત

મોરબીમાં ટેન્કરે વધુ એક યુવકને કચડી નાખ્યો : સારવાર દરમિયાન યુવકનું મોત

મોરબીનાં રંગપર ગામની સીમમા આવેલ જેતપર રોડ વેન્ટો સિરામીકની બાજુમા બાઈક અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેન્કરે બાઇકને કચડી નાખતા બાઈક સવાર યુવકને ગંભીર ઇઅજો પહોંચી હતી. જેના કારણે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જયારે ટેન્કર ચાલક પોતાનું વાહન સ્થળ પર મૂકી નાસી જતા સમગ્ર મામલે મૃતકના ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના નવા જાબુડીયા ગમે રહેતો મનોજભાઇ ઉર્ફે મયુરભાઇ ધીરૂભાઇ ઉર્ફે ધનજીભાઇ પરમાર નામનો યુવક ગત તા.૩૦/૦૪/૨૦૨૩ના રોજ સાંજનાં સમયે પોતાનું GJ-36-AA-2838 નંબરનું હિરો હોન્ડા સ્પેલેન્ડર મોટરસાઇકલ લઈ જેતપર રોડ ઉપર જતો હતો. ત્યારે વેન્ટો સિરામીકની બાજુમા આવેલ લાર્સન સિરામીક સામે રોડ ઉપર પહોચતા સામેથી જેતપર તરફથી એક GJ-36-T-6713 નંબરના આઇસર ટેન્કરના ચાલકે પોતાનું વાહન પુરઝડપે ચલાવી આવી યુવકની મોટરસાઇકલને હડફેટ લઇ અકસ્માત કરતા યુવકને માથાના ભાગે તથા પગમા તથા શરીરે ગંભીર ઇજાઓ પહોચાળતા તેબે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જયારે આઇસર ટેન્કરનો ચાલક પોતાનું આઇસર ટેન્કર સ્થળ પર મુકી નાશી જતા સમગ્ર મામલે મૃતકના ભાઈ દિનેશભાઇ ઉર્ફે દેવજીભાઇ ધીરૂભાઇ ઉર્ફે ધનજીભાઇ પરમારએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!