મોરબીમાં રોમિયોગીરી,છેડતી તેમજ આડેધડ વાહન પાર્કિંગ ની સમસ્યાઓ ની અનેક ફરિયાદો ઉઠવા પામી હતી તેમજ મોરબીમાં લાયસન્સ વગર વાહન ચલાવવું અને બ્લેક ફિલ્મો તેમજ મોડીફાઇડ કરેલ વાહનો નો રાફડો ફાટી નીકળ્યો હતો ત્યારે સૌથી વધુ ફરિયાદો જ્યાંથી ઉઠતી હતી તેવા છાત્રાલય રોડ,સુપર માર્કેટ જેવા વિસ્તારોમાં આજે પોલીસે ચેકીંગ હાથ ધર્યું હતું અને ડીવાયએસપી પી. એ.ઝાલા,સીટી એ ડિવિઝન પીઆઈ એચ. એ.જાડેજા સહિત ના સ્ટાફ દ્વારા સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને આ રોડ પર પોલીસ રોકશે નહિ તેવી ધારણા સાથે લાયસન્સ વગર,કે જરૂરી પુરાવા વગર અને બ્લેક ફિલ્મ કે મોડિફાઇડ કરેલ વાહનો સાથે નીકળેલ અનેક મહિલાઓ અને પુરુષ વાહન ચાલકો ઝપટે ચડ્યા હતા અને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો અને નંબર પ્લેટ વગર ના અને મોડીફાઈડ કરેલ બાઇકો લઈને નીકળેલ રોમિયો ગિરિ કરતા આવારા તત્વોના વાહનો ડીટેન પણ કરવામાં આવ્યા હતા.