Friday, December 27, 2024
HomeGujaratમોરબીમાં વ્યાજે નાણા આપી પઠાણી ઉઘરાણી કરનાર તબીબ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

મોરબીમાં વ્યાજે નાણા આપી પઠાણી ઉઘરાણી કરનાર તબીબ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

મોરબી જિલ્લામા વ્યાજખોરીના દુષણને ડામવા પોલીસે ઝુંબેશ હાથ ધરી છે. ત્યારે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે ઉંચા વ્યાજે નાણા આપી પઠાણી ઉઘરાણી કરનારા મોરબીના તબીબ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી આરંભી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી શનાળા બાયપાસ લાયન્સનગર શેરી નં-૩ ખાતે રહેતા દિનેશભાઇ મંગાભાઇ પરમાર નામના યુવકે મોરબી શનાળા રોડ કાયાજી પ્લોટ ડો.આશર હોસ્પીટલ ખાતે રહેતા ડો.પી.આર આશર પાસેથી આજથી ત્રણેક વર્ષ પહેલા વર્ષ ૨૦૧૯ ના ફ્રેબ્રુઆરી મહિનામા પ્રથમ રૂ. ૬,૦૦,૦૦૦/ તથા ત્યારબાદ રૂ.૪,૦૦,૦૦૦/- વ્યાજે લીધા હતા. જેનું આરોપીએ ઉંચુ વ્યાજ વસુલી ફરિયાદીની આર્થિક સ્થિતી સારી ન હોય, જેથી તે આરોપીને વ્યાજની રકમ નહિ ચુકવી શકતા આરોપીએ ફરિયાદીને જાતિ પ્રત્યે અપમાનિત કરી તે અનુ.જાતિના છે એવુ જાણવા છતા ફરિયાદીના માતા લાભુબેનનુ આધારકાર્ડ, પાનકાર્ડ, એ.ટી.એમ કાર્ડ તથા તેના પીતા મંગાભાઇના નામની રહેણાક મકાનની સનદ બળ-જબરીથી કઢાવી લઇ પઠાણી ઉઘરાણી કરતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!