મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા બોટાદ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં ઇંગ્લીશ દારૂની હેરાફેરીના અલગ -અલગ ૨ ગુન્હામાં છેલ્લા ૫ માસથી નાસતા ફરતા આરોપીને બોટાદ જીલ્લાના પાળીયાદ ખાતેથી મોરબી એલ.સી.બી.ની પેરોલ ફર્લો સ્કવોડની ટીમે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે મોરબી એલ.સી.બી.ના પી.આઇ. ડી.એમ.ઢોલને સુચના આપતા જે અન્વયે મોરબી એલ.સી.બી. પી.એસ.આઇ. કે.જે.ચૌહાણ, એન.એચ.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડની ટીમને ખાનગી રાહે મળેલ હકીકતનાં આધારે મોરબી પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો આરોપી કાનભા ઉર્ફે અનીરૂધ્ધસિંહ જાલુભા પરમાર (રહે. પાળીયાદ ભદ્રવાડી રોડ કાંગસીયા પરા જી.બોટાદ)ને ગઈકાલે પાળીયાદ ખાતેથી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે. તેમજ આરોપી વિરુદ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમાં પણ પકડવાનો બાકી હોય જેની જાણ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.