ધોમધખતા તાપમા છતરના વયોવૃદ્ધ દંપતી મામલતદાર કચેરી ખાતે પેન્સન સ્કિમ અરજી માટે આવ્યા હતા ત્યારે બપોરે 3 વાગ્યે પોલીસ વાન મારફતે ધર સુધી પહોંચતા કરતી ટંકારા પોલીસની સી ટિમ
વયોવૃદ્ધ અને એક્લવાયુ જીવન જીવતા નાગરીકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને ધ્યાન રાખવા ખાખી મા રહેલ માનવતા અને પોલીસ પ્રજાનો મિત્ર છે એ સુત્ર ને સાર્થક કરી સિનિયર સીટીઝનની સેવા, સુરક્ષા માટે સી ટિમ દરેક પોલીસ સ્ટેશનમાં કાર્યરત છે ત્યારે ટંકારા પોલીસ સ્ટેશનના થાણા અધિકારી એચ આર હેરભા ના ધ્યાનમા છતર ગામના વયોવૃદ્ધ દંપતી રાયધનભાઈ અને બધીબેન પરમાર અગન ઓકતા આકાશ વચ્ચે મામલતદાર કચેરી ખાતે વુધ્ધ પેન્સન કામે આવ્યા હતા ત્યારે એનજીઓ અને બાળ મિત્ર સાથે હોય દાદા – દાદીને છતર ગામે પોલીસ વાનમાં મુકી જરૂરી કામકાજ માટે વિનંતી કરી હતી સી ટિમ ની કામગીરી થી વાકેફ કર્યા હતા. જેમા ટંકારા પોલીસના મોનિકાબેન પટેલ અને જયપાલસિંહ ઝાલા એ માનવતા ભરી ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી.