Friday, September 20, 2024
HomeGujaratસ્વતંત્રતાના નામ પર સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરતું યુવાધન: ભરૂચના યુવકે ઈન્સ્ટાગ્રામમાં મોરબીની...

સ્વતંત્રતાના નામ પર સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરતું યુવાધન: ભરૂચના યુવકે ઈન્સ્ટાગ્રામમાં મોરબીની સગીરા સાથે મિત્રતા કેળવી કર્યું અપહરણ

મોરબીમાં થોડા દિવસ અગાઉ બાયપાસ નજીક થી સગીરાનું અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ હતી જેની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ તપાસ કરી રહી હતી પરંતુ કોણ અપહરણ કરી ને લઇ ગયું કે કોઈ સીસીટીવી સહિતની કળી મળતી ન હતી.

- Advertisement -
- Advertisement -

પરંતુ પોલીસ ની મહા મહેનત ને કારણે પોલીસે સોશિયલ મીડિયા ને કેન્દ્રમાં રાખી ને તપાસ શરૂ કરતા આ સગીરાને ઈન્સ્ટાગ્રામ દ્વારા મિત્રતા કેળવી ને શાહરૂખ ઉર્ફે રવી નરેશભાઇ જોગી (ઉ. વ.૨૧ રહે.રાજપારડી, તા. ઝઘડિયા જી.ભરૂચ) વાળો અપહરણ કરી ને લઇ ગયા હોવાની બહાર આવ્યું હતું જેથી પોલીસે આરોપીને પકડી પાડી ભોગ બનનાર સગીરાને હેમખેમ શોધી કાઢી પરિવારજનો ને સોંપી હતી. ત્યારે સોશિયલ મીડિયા ના કારણે વધુ એક ગુનો બન્યો હતો અને સ્વતંત્રતા ના નામ પર આજનું યુવાધન સોશિયલ મીડિયાની દૂરઉપયોગ કરતા હોવાના બનાવો એક પછી એક સામે આવી રહ્યા છે ત્યારે વાલીઓએ પણ પોતાના બાળકો પર નજર રાખવી જરૂરી બની છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!