માળીયા મીં. મારામારીની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં પાણીના વહેણમાં ફેંકેલ કચરો લઈ લેવા બાબતે થયેલ બોલાચાલીમાં ચાર જેટલા ઈસમોએ આધેડ પર હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને લઈ સમગ્ર મામલે માળીયા મીં. પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, માળીયા મીં.ના જસાપર ગામે રહેતા માવજીભાઇ સુખાભાઇ ચાવડા નામના આધેડને કાનાભાઈ આલાભાઇ બાલાસરાએ પાણીના વહેણમાં ફરીયાદીએ નાખેલ કચરો લેવા બાબતે બોલાચાલી કરી ભુંડાબોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી પોતાના હાથમાં રહેલી કુહાડીનો ઘા કરીને તેમજ કાનાભાઈ આલાભાઇ બાલાસરાએ લોખંડની સણાથા વડે મુંઢ ઇજા કરી તેમજ અજાણ્યા બે માણસોએ ઢીકાપાટુનો માર મારતા સમગ્ર મામલે માવજીભાઇ સુખાભાઇ ચાવડાએ માળીયા મી. પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી છે.