મોરબીના કાલિકા પ્લોટમાં ગત તારીખ 15ના રોજ મકાન ભાડે આપવા બાબતે બે જૂથ વચ્ચે સશસ્ત્ર મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં છરી, ધોકા વડે હુમલો, ઘરમાં તોડફોડ, બાઈકમાં આગજનીના બનાવમાં પોલીસે બંને જૂથની સામસામી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જેમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રેહાનાબેન રફીકભાઇ ચાનીયા (રહે. કાલિકા પ્લોટ)એ આરોપીઓ આરીફ મીર, કાદર ઉર્ફે બચ્ચન મતવા, ઇમ્તીયાજ સલીમ ભટ્ટી અને ડેનીયો મિસ્ત્રી સામે ફરિયાદ લખાવી છે કે ગત તા. 15ના રોજ કાલીકા પ્લોટમાં કરીમભાઇના બંગ્લા પાસે ફરીયાદીએ પોતાનું મકાન હીન્દી ભાષીને ભાડે આપેલ હોય. જેથી, આરોપી ડેનિયોએ ભાડુઆતને મારેલ હોય. આથી, ફરીયાદીએ આરોપીને કોઈને માર નહી મારવા વાત કરેલ હતી. બાદમાં ફરીયાદી તથા તેમના દાદાના ઘરેથી પરત આવવા નીકળેલ હતા. ત્યારે આરોપીઓએ તેમને રોકી “અહીંથી નીકળવાનું નથી.” તેમ કહી જેમ ફાવે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અને ફરીયાદી તથા સાહેદના ઘરમાં ઘુસી ગયા હતા. બાદમાં આરોપીઓએ લાકડાના ઘોકા લઇ ઘરમાં ઘુસી નુકશાન કર્યું હતું. તેમજ આરોપીઓએ લાકડાના ધોકા વતી સાહેદોને મુંઢ માર મારેલ હતો. તેમજ ફરીયાદીને ડાબા પગમાં લાકડાનો ધોકા વડે તથા શરીરે ઢીકા પાટુનો માર મારી ઇજા પહોંચાડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી