Sunday, November 10, 2024
HomeGujaratહળવદમાં વરિયાળી ને હરિયાળી બનાવવાની ફેકટરી ઝડપાઈ:કેમિકલ યુક્ત પાવડર ભેળવી આરોગ્ય સાથે...

હળવદમાં વરિયાળી ને હરિયાળી બનાવવાની ફેકટરી ઝડપાઈ:કેમિકલ યુક્ત પાવડર ભેળવી આરોગ્ય સાથે ચેડા કરતો એક ઇસમ કરોડોના મુદ્દામાલ સાથે ઝડપાયો

રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિ ઉપર અંકુશ લાવવા તેમજ ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ રોકવાની ગેર કાયદેસર પ્રવૃતિ આચરતા ઇસમો પર કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી લોકલ ક્રાઈમબ્રાંચ દ્વારા હળવદ અવધ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં આવેલ વંદન એન્ટરપ્રાઇઝ નામના કારખાનાથી માનવ સ્વાસ્થ્યને નુકશાન કારક કેમીકલ યુકત પાવડરની ભેળસેળ વાળી વરીયાળીનો જંગી જથ્થો ઝડપાયો હતો. જેની સાથે એક આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ઉચ્ચ અધિકારીઓની મોરબી જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિ ઉપર અંકુશ લાવવા તેમજ ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ રોકવાની ગેર કાયદેસર પ્રવૃતિ આચરતા ઇસમો પર કાયદેસરની કાર્યવાહી કરવાની સુચના અન્વયે કામગીરી દરમ્યાન એલ.સી.બી. પી.આઇ. ડી.એમ.ઢોલને મળેલ ખાનગી બાતમીના આધારે, હળવદ અવધ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં પ્લોટ નંબર-૩,૪ માં આવેલ વંદન એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં રેઇડ કરતા હીતેશભાઇ મુકેશજી અગ્રવાલ (હાલ હળવદ વસંતપાર્ક સોસાયટી કિશોરભાઇ ઠકકરના મકાનમાં તા.હળવદ જી.મોરબી મુળ રહે. મકાન નંબર- ૧૫/૪૧ પેલા માળે વસુન્ધા એરીયા ગાજીયાબાદ (ઉતર પ્રદેશ)) નામના ઇસમ પાસેથી ગેર કાયદેસર પાસ પરમીટ આધાર બીલ વગરનો માનવ સ્વાસ્થ્યને નુકશાન કારક કેમીકલ યુકત પાવડરની ભેળસેળ વાળી વરીયાળી તથા સાદી વરીયાળીનો જથ્થો તથા કેમીકલ યુકત પાવડર મળી કુલ રૂ. ૧,૧૨,૮૨,૧૫૦/- નો મુદામાલ આધાર પુરાવા વગરનો મળી આવતા શકપડતી મિલકત તરીકે સી.આર.પી.સી.કલમ-૧૦૨ મુજબ કબજે કરી એક ઇસમને પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવ્યો છે. ત્યારે આરોપીની મોડશઓપરેન્ડીની વાત કરીએ તો આરોપી છેલ્લા બે-એક વર્ષથી હળવદ વિસ્તારમાં ગોડાઉન ભાડે રાખી માર્કેટીંગ યાર્ડમાંથી ખેડુતોની સસ્તા ભાવની વરીયાળી ખરીદ કરી તેમાં માનવ સ્વાસ્થ્યને નુકશાન કારક કેમીકલયુકત પાવડરની ભેળસેળ કરી ઉંચા ભાવે વેચવા સારૂ પેકીંગ કરી બહારના રાજયમાં વરીયાળીનુ વેચાણ કરતો હતો.

જે મામલે હળવદ પોલીસ મથકમા ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે તેમજ અન્ય કોણ કોણ આ ષડયંત્ર માં સંડોવાયેલું છે તે મામલે વધું તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!