Wednesday, January 8, 2025
HomeGujaratમાળીયા મી.ના અણીયારી ટોલનાકા પાસેથી ટોમેટો સોસની આડમાં લઇ જવાતો વિદેશી તથા...

માળીયા મી.ના અણીયારી ટોલનાકા પાસેથી ટોમેટો સોસની આડમાં લઇ જવાતો વિદેશી તથા બીયરનો જંગી જથ્થો ઝડપાયો

મોરબી જીલ્લામાં દેશી-વિદેશી દારૂનો વેપલો અને હેરાફેરી કરતા બુટલેગરો પર જીલ્લા પોલીસતંત્રએ ધોંસ બોલાવી છે. બુટલેગરો નિતનવા નુસ્ખા અપનાવી વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યા છે. ત્યારે મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચે અણીયારી ટોલનાકા પાસેથી ટોમેટો સોસની આડમાં સંતાડેલ વિદેશીદારૂ બીયરના જંગી જથ્થા સાથે એક આરોપીને પકડી પાડ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન/જુગારની પ્રવૃતિ ઉપર અંકુશ લાવવા તેમજ પ્રોહોબોશન-જુગારની બદ્દી સદંતર નાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરવા મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કાર્યરત હતી. તે દરમ્યાન તેઓને ખાનગી રાહે બાતમી મળેલ કે, અમદાવાદ તરફથી એક અશોક લેલન કંપનીની RJ-19-GA-3838 નંબરની ટ્રક માળીયા મિ. તરફ જનાર છે. જે ટ્રકમાં ગેરકાયદેસર ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ છે, જે હકીકતના આધારે અણીયારી ટોલનાકા પાસે વોચ ગોઠવતા ટ્રકમાંથી રૂ.૧૭,૨૮,૦૦૦/-ની કિંમતની ઓફીસર ચોઇસ પ્રાઇમ વ્હીસ્કીની ૫૭૬૦ બોટલો, રૂ.૩,૪૮,૦૦૦/-ની કિંમતનાં જીન્સબર્ગ પ્રીમીયમ સ્ટ્રોંગ બીયરના ૩૪૮૦ ટીન, રૂ.૨,૯૫,૮૦૦/-ની કિંમતની HEMZ Continetal Sauce લખેલ ટોમેટો સોસની કુલ ૩૪૨૦ બોટલો તથા રૂ.૧૦,૦૦,૦૦૦/-ની કિંમતનું ટ્રક તથા એન્ડ્રોઇડ મોબાઇલ મળી કુલ રૂ.૩૩,૭૬,૮૦૦/- નો મુદામાલ મળી આવતા હનુવંત ખનગારારામ બીનોઇ (રહે. રોહીલા પૂર્વ તા.ગુડામાલાણી જી.બાડમેર (રાજસ્થાન)) નામના ઇસમને પકડી પાડી માળીયા મી. પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. ત્યારે આરોપીની પૂછપરછ કરતા ઓમપ્રકાશ કેશારામ બિશ્નોઇ (રહે. રોહીલા પૂર્વ કાવા કી ભેરી તા.ગુડામાલાણી જી.બાડમેર (રાજસ્થાન))નું નમન ખુલતા તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!