મોરબીનાં મણીમંદીર પાસે રેલ્વે પાટા અને શંકર આશ્રમ નીલકંઠ મહાદેવના મંદીર પાસેથી ગત તા-૨૦/૦૫/૨૦૨૩ ના રોજ એક અજાણ્યા યુવકની લાશ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. ત્યારે સ્થાનિકોએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા બી ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને લાશનો કબ્જો મેળવી અજાણ્યા યુવકની ઓળખ મેળવવા કવાયત હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, ગત તા-૨૦/૦૫/૨૦૨૩ના રોજ મોરબી મણીમંદીર પાસે રેલ્વે પાટા અને શંકર આશ્રમ નીલકંઠ મહાદેવના મંદીરની દક્ષીણ તરફેની દીવાલ પાસે કોઇ અગમ્ય કારણોસર એક અજાણ્ય આશરે ૩૫ વર્ષની ઉંમરના પુરૂષની લાશ મળી આવી હતી. જેનુ રાજકોટ ફોરેન્સીક સાયન્સ મેડીકલ કોલેજમાં પી.એમ કરાવવા માટે લાશ પી.એમ રૂમ રાજકોટ કોલ્ડસ્ટોરેજમા રાખવામા આવેલ હોય જે પુરૂષની લાશ જોતા શરીરે મધ્યમ બાંધોનો ચહેરો ગોળ છે, મરણ જનારના શરીરે બજરી કલરનુ મેલા જેવુ અડધી બાઇનુ ટી શર્ટ તથા કાળા જેવા કલરનુ જીન્સ પેન્ટ પહેરેલ હતું.તેમજ જમણા હાથમા “આઇ મોમાઇ માં” ત્રોફાવેલ છે અને મરણ જનારના નામની કે તેના સગા સંબધીની કોઇ ઓળખ થયેલ ન હોય જેથી મરણ જનારની લાશ હાલે રાજકોટ સરકારી હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમા રાખવામા આવેલ છે. જેથી મરણ જનારના લાશની ઓળખ કરવા તેઓના વાલીવારસ મેળવવા પોલીસે મૃતકની લાશના ફોટો શેર કાર્ય છે. અને જો કોઈ મૃતકને ઓળખાતું હોય તો તેને મોરબી સીટી બી ડિવિઝન પોલીસનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.