કોંગ્રેસ દ્વારા મોરબી નગરપાલિકામાં થઈ રહેલ ભ્રષ્ટાચારને લઈ ભાજપ પર આક્ષેપ કરતા જણાવવામાં આવ્યું હતું કે, મોરબી નગરપાલિકામાં છેલ્લા બે વર્ષ દરમ્યાન ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર થયેલો છે તેવું મોરબી માળિયાના ધારાસભ્ય જણાવે છે તો ભ્રષ્ટાચારીઓ સામે ધારાસભ્ય પગલા ભરી ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પડાસે ખરા??
કોંગ્રેસ દ્વારા ભાજપ પર આક્ષેપ કરતા જણાવવામાં આવ્યું હતું કે, મોરબી નગરપાલિકામાં છેલ્લા બે વર્ષના શાસનમાં ભારતીય જનતા પક્ષનું શાસન હતું. જેને પ્રજાએ પૂર્ણ બહુમતીથી શાસન કરવા માટે સોપેલ પરંતુ મોરબી નગરપાલિકાનું શાસન ચલાવવામાં ભાજપ સરેઆમ નિષ્ફળ ગયેલ છે. પ્રજાને પ્રાથમિક સુવિધાઓ આપવાના બદલે પોતપોતાના અંગત સ્વાર્થ માટે પાલિકાનું શાસન ચલાવવામાં આવેલ જેમાં ભયંકર પણે ભ્રષ્ટાચાર થયેલો જેમકે ડોર ટુ ડોર કચરા કલેક્શનના કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચાર થયેલો તેવી જ રીતે રોડ રસ્તાઓના કામમાં મોટા પ્રમાણમાં કમિશન લેવામાં આવેલા છે. ફોલ્ડિંગ સ્પીડ બ્રેકરમાં ભયંકર ભ્રષ્ટાચાર થયેલો તેવી જ રીતે મૂંગા પશુઓને સાચવવા નંદીઘર બનાવવામાં આવેલ તેમાં પણ ભયંકર ભ્રષ્ટાચાર થયેલો પશુઓના ચારામાં પણ ભયંકર ભ્રષ્ટાચાર થયેલો તેમજ સ્ટ્રીટ લાઇટ ખરીદીમાં પણ ભયંકર ભ્રષ્ટાચાર થયેલો છે. આ બધા ભયંકર ભ્રષ્ટાચાર પ્રજાના ટેક્સના પૈસાનો થયો છે. તો મોરબી માળિયાના ધારાસભ્ય અવારનવાર જાહેરમાં કહે છે કે છેલ્લા બે વર્ષમાં મોરબી નગરપાલિકાએ ભ્રષ્ટાચાર કરવામાં માજા મૂકી હતી. તો ભાજપ શાસિત નગરપાલિકામાં થયેલા ભ્રષ્ટાચારની ધારાસભ્ય તટસ્થ તપાસ કરાવી ભ્રષ્ટાચારીઓના નામ ખોલી તેમની સામે કડક કાર્યવાહી કરાવશે ખરા? કારણ કે આ બઘા સદસ્યના ચૂંટણી પ્રચારમાં ધારાસભ્ય પોતે ગયા હતા. તો આ ભ્રષ્ટાચાર કરનાર લોકો સામે કડક કાર્યવાહી ધારાસભ્ય કરાવે તેવી માગણી મોરબી શહેરની પ્રજા વતી મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશ રાજ્યગુરુ તેમજ પ્રદેશ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ કેડી પડસુંબીયા તેમજ જિલ્લા પૂર્વ પ્રમુખ એલ.એમ.કનજારિયા અને કેડી બાવરવા દ્વારા કરવામાં આવી હતી.