Friday, January 10, 2025
HomeGujaratમોરબી નગરપાલિકાની ડમ્પિંગ સાઈટ પરથી રવાપર ગ્રામ પંચાયતના ટ્રેકટર ડ્રાઇવરે ભંગાર ચોરી...

મોરબી નગરપાલિકાની ડમ્પિંગ સાઈટ પરથી રવાપર ગ્રામ પંચાયતના ટ્રેકટર ડ્રાઇવરે ભંગાર ચોરી કરી

મોરબીનાં જાંબુડીયા ગામે વધુ એક ચોરીનો બનાવ સામે આવ્યો છે. જેમાં રવાપર ગ્રામ પંચાયતના ટ્રેકટરનો ડ્રાઇવર દ્વારા જ મોરબી નગરપાલિકાના ડમ્પીંગ સાઇડના ખુલ્લા સેડમાં પડેલ ભંગાર ચોરી ગયેલ હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી નગરપાલિકાના ડમ્પીંગ સાઇડના ખુલ્લા સેડમાં રાખેલ ૩૦ નાની-મોટી ચેનલ, ૪૦ કે.ચી. એંગલ તથા ૨૧ નાના-મોટા ગોળ પાઇપ અંદાજીત વજન આશરે દોઢેક ટન જેની આશરે કિંમત રૂ.૫૨,૦૦૦/- ની છે. જે મત્તાની રવાપર ગ્રામ પંચાયતના ટ્રેકટરનો ડ્રાઇવર મનુભાઇ આદીવાસી (રહે. લીલાપર ચોકડી) ચોરી જતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી આરોપીની અટકાયત કરી છે. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!