મોરબીમાં મારામારીની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં બે યુવકોને અગાઉ ઝગડો થયેલ હોય જેનો ખાર રાખી બંને શખ્સોએ સામસામે એક બીજાને માર માર્યો હતો. જે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે સામસામી ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ ફરિયાદ અનુસાર, મોરબીના જુના મકનસર ગામ રેલ્વે પાટા પાસે રહેતા નીતીનભાઇ વાલજીભાઇ પરમાર નામના યુવકને અગાઉ ચંદ્રેશભાઇ તથા ભાવેશભાઈ (બંન્ને રહે.રફાળેશ્વર ગામ તા.જી.મોરબી) સાથે ઝગડા થયો હતો. જેનો ખાર રાખી નીતીનભાઇને બંને આરોપીઓએ ડાબા પગમાં લોખંડનો પાઇપ મારી ભુંડાબોલી ગાળો આપતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
બીજી ફરિયાદ અનુસાર, મોરબીનાં રફાળેશ્વર ગામ, આંબેડકરનગર ખાતે રહેતા ભાવેશભાઇ ગુલાબભાઇ મુછડીયાને અગાઉ નીતીન ઉર્ફે બેરો વાલજીભાઈ (રહે.મકનસર તા.જી.મોરબી) તથા પ્રકાશભાઈ વાલજીભાઈ પરમાર (રહે. જુના મકનસર તા.જી.મોરબી) સાથે ઝગડો થયેલ હોય તે બાબતે સમજાવવા જતા આરોપી નીતીન પરમારે ફરિયાદીને ડાબા પગના પંજા ઉપર કુહાડીનો એક ઘા મારી તથા આરોપી પ્રકાશે ફરિયાદીને ગાળો બોલી માર મારવા દોડી અને સાહેદ કિશનના એકસેસ મોટરસાઇકલમાં બંન્ને આરોપીઓએ નુકશાન કરતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.