રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવએ પ્રોહિબિશન તથા જુગારની ગેરકાયદેસર પવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી તાલુકા પોલીસે મોરબી તાલુકાના નાગડાવાસ ગામની સીમમાં ઉંચાસરના માર્ગે વાડીમાં કુવા પાસે કપાસની સાઠીઓની આડમાં છુપાવેલ ઇગ્લીશ દારૂના જથ્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ઉચ્ચ અધિકારીઓ દ્વારા વધુમાં વધુ પ્રોહિબિશન તથા જુગારના કવોલીટી કેસો શોધી કાઢવાની ખાસ ઝુંબેશનુ આયોજન કરવામાં આવેલ હોય અને આ ઝુંબેશ અંતર્ગત કામગીરી કરતા દરમિયાન મોરબી તાલુકા પોલીસની ટિમ તાલુકાના ગાળા ગામના પાટીયા પાસેથી પકડાયેલ ઇગ્લીશદારૂના જથ્થા બાબતે કામગીરીમાં હતા. દરમ્યાન તેઓને મળેલ બાતમીના આધારે મોરબી તાલુકાના નાગડાવાસ ગામની સીમમાં ઉંચાસરના માર્ગે આવેલ ભાવેશભાઇ ઉર્ફે મુન્નો પરબતભાઇ ધાંગાની કબ્જા ભોગવટાવાળી વાડીમાં આવેલ રેઇડ કરવામાં આવી હતી. જ્યાંથી તેઓને કુવાના કાંઠે કપાસની સાંઠીઓની આડમાં છુપાવેલ ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી ઇગ્લીશ દારૂ બીયરની ૫૫ પેટી જેમાં કુલ ૧૨૦૦ બોટલનો રૂ.૧,૯૬,૨૦૦/- નો મુદ્દામાલ મળી આવતા પોલીસે મુદ્દામાલ કબ્જે કરી આરોપી ભાવેશભાઇ ઉર્ફે મુન્નો પરબતભાઇ ધાંગા (રહે. નાગડાવાસ, તા.જી.મોરબી) સ્થળ પર હાજર નહિ મળી આવતા તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.