Friday, December 27, 2024
HomeGujaratમોરબીમાં આવેલ હોટલ/ગેસ્ટહાઉસમાં પથિક એપ્લીકેશનમાં એન્ટ્રી નહિ કરનાર મેનેજર વિરુદ્ધ કાર્યવાહી કરતી...

મોરબીમાં આવેલ હોટલ/ગેસ્ટહાઉસમાં પથિક એપ્લીકેશનમાં એન્ટ્રી નહિ કરનાર મેનેજર વિરુદ્ધ કાર્યવાહી કરતી મોરબી એસ.ઓ.જી.

મોરબી જિલ્લામાં મોટા પ્રમાણમાં ટાઇલ્સ ઉદ્યોગના એકમો આવેલ હોય તેમજ ઘડીયાળના મોટા ઉદ્યોગ આવેલ હોય તેમજ લઘુ ઔધોગીકમાં પણ મોરબી શહેર મોખરે છે. તથા મોરબી જિલ્લો ઉદ્યોગીક વિકાસની દ્રસ્ટીએ ખુબ જ મહત્વ ધરાવતો હોય જેથી દેશ-વિદેશો માંથી મોટા પ્રમાણમાં વેપારીઓ/ટુરીસ્ટો ખરીદી કરવા માટે આવતા હોય જેથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે મોરબી જિલ્લામાં આવેલ તમામ હોટલો ગેસ્ટહાઉસ ખાતે પ્રાંત રાજ્ય/દેશવિદેશીથી આવતા તમામ મુસાફરોની વિગત પથિક એપ્લીકેશનમાં હોટલના માલિક/સંચાલકે અવશ્ય એન્ટ્રી કરી અપલોડ કરવા અંગે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દારા સૂચના આપવામાં આવેલ છે. ત્યારે મોરબી જિલ્લામાં આવેલ હોટલ/ગેસ્ટહાઉસમાં પથિક એપ્લીકેશનમાં એન્ટ્રી નહિ કરનાર હોટલ/ગેસ્ટહાઉંસના સંચાલક વિરૂધ્ધ મોરબી એસ.ઓ.જી. ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, પથિક એપ્લીકેશન અંગેનુ જાહેરનામુ અમલમાં હોય જે અન્વયે મોરબી એસ.ઓ.જી. ટીમ ટીમવર્કથી હોટલ ચેકીંગ કરતા મોરબી શક્તિચેમ્બર પાછળ આવેલ હોટલ ભુરાના મેનેજર નારણભાઇ પરસોતમભાઇ સીતાપરા (રહે. ઉમીયાનગર સોસાયટી સીરામીક સીટી પાછળ, મોરબી-૨ જી.મોરબી)એ પથિક એપ્લીકેશનમાં એન્ટ્રી નહી કરી જાહેરનામાનો ભંગ કરતા મળી આવતા તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. ત્યારે મોરબી એસ.ઓ.જી. દ્વારા જણાવવામાં આવેલ કે, જાહેરનામા અંગેની અમલવારી હજુ કડક રીતે કરવામાં આવશે. જેથી આ બાબતે પથિક એપ્લીકેશનનો મોરબી જિલ્લામાં આવેલ તમામ હોટલ/ગેસ્ટહાઉસ સંચાલકોએ ફરજીયાત પણે એન્ટ્રી કરવાની રહેશે. તેમજ આ બાબતે માર્ગદર્શન માટે ઓફીસ નં-૨૦૬, એસ.ઓ.જી.શાખા, પોલીસ અધિક્ષકશ્રી, મોરબીની કચેરી, શોભેશ્વર રોડ, મોરબી ખાતે સંપર્ક કરવો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!