Tuesday, December 24, 2024
HomeGujaratઆંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગ રૂપે મોરબીમાં કોમન યોગા પ્રોટોકોલ તાલીમ તથા...

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગ રૂપે મોરબીમાં કોમન યોગા પ્રોટોકોલ તાલીમ તથા યોગ જાગરણ રેલીનું આયોજન

યોગ જાગરણ રેલી સનસિટી ગ્રાઉન્ડથી પ્રસ્થાન કરાવવામાં આવશે

- Advertisement -
- Advertisement -

ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકના ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ખુબજ મોટા પ્રમાણમાં અને સફળ રીતે કરવાના કાઉન્ટ ડાઉનનાં ભાગ રૂપે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવનાર છે.

લોકોમાં યોગ વિશે જાગૃતતા લાવવા તથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જાણકારી મળી રહે તે થકી લોકો યોગ સાથે જોડાય તેમજ યોગ કરતા થાય તેવા ઉમદા આશયથી કોમન યોગા પ્રોટોકોલ તાલીમ શિબિર અને યોગ જાગરણ રેલીનું આયોજન તા.૦૨/૦૬/૨૦૨૩ શુક્રવારનાં રોજ સવારે ૬:૦૦ થી ૮:૦૦ કલાક દરમિયાન સનસિટી ગ્રાઉન્ડ, ક્રિષ્ના સ્કુલની પાછળ, ઘુનડા રોડ, મોરબી ખાતે કરવામાં આવશે.

યોગ જાગરણ રેલીમાં આશરે ૫૦૦થી વધારે યોગ સાધકો, શહેરીજનો, વિદ્યાર્થીઓ, ઉત્સાહભેર જોડાશે. યોગ જાગરણ રેલીનો રૂટ સનસિટી ગ્રાઉન્ડથી પ્રસ્થાન કરી, ક્રિષ્ના સ્કૂલ, ફ્લોરા ૧૫૮, રવાપર રેસીડેન્સી અને સનસીટી ગ્રાઉન્ડ પાસે સમાપન થશે.

મોરબીવાસીઓને યોગ જાગરણ રેલી માં જોડાવા અનુરોધ કરાયો છે. વધુ જાણકારી માટે યોગ બોર્ડના જિલ્લાનાં યોગ કો.ઓ. વાલજીભાઈ ડાભી – ૯૫૮૬૨૮૨૫૨૭ નો સંપર્ક કરવા મોરબી જિલ્લા રમત ગમત અધિકારીની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!