મોરબીમાં છેલ્લા એકાદ વર્ષથી અલગ રૂમ રાખી રહેતી પરિણીતાના ભાઈએ તેના બનેવીને “મારી બહેનને કેમ હેરાન કરો છો” કહી ગાળો ભાંડી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીનાં શનાળા બાયપાસ ભકિતનગર સર્કલ પાસે રોબર્ટ કન્ટ્રકશન પાસે રહેતા મુળ માળીયા (મી)નાં અલ્લારખાભાઇ હુશેનભાઇ રાઉમાની પત્નિ જેતુન છેલ્લા એકાદ વર્ષથી અલગ રૂમ રાખી રહેતી હોય અને અજીત હમીરભાઇ રાઉમા (રહે.પંચાસર રોડ ભારતપરા) જેતુનનો ભાઇ થતો હોય જેથી તેણે ફરિયાદીને મારી બહેનને કેમ હેરાન કરો છો તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ બહાદુરભાઇ લાખાભાઇ (રહે.લાતી પ્લોટ-૪) તથા હાસમભાઇ લાખાભાઇ રાઉમા (રહે.શનાળા બાયપાસ)એ ફરિયાદીને મનફાવે તેમ ભુંડા ગાળો બોલતા અલ્લારખાભાઇ હુશેનભાઇ રાઉમાએ સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.