જન સંપર્ક અભિયાન અંતર્ગત ટંકારા શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ ખાતે શહેરના અગ્રણી નાંમકિત નગરજનો અને આગેવાનો સાથે સિધ્ધો સંવાદ કર્યો હતો તદ્ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સુશાસનના નવ વર્ષની વિકાસ ગાથા વર્ણવતું પુસ્તક ભેટ આપ્યુ હતું.
આ કાર્યક્રમ વેળાએ 66 ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, વેપારી એસોસિયેશનના પ્રમુખ હસુભાઈ કટારીયા, વેપારી અગ્રણી રમેશભાઈ ગાંધી, નંદલાલભાઈ પરમાર, દિપકભાઇ ખત્રી, આશર લાલાભાઈ, વિનુભાઈ દરજી, હસુભાઈ સોની કેતનભાઈ નવકાર વાળા કેશુભાઈ પાચોટિયા, ચતુરભાઈ કોરીંગા સંગઠનના પ્રમુખ કિરીટ અંદરપા જીલ્લા પંચાયતના સદસ્ય પ્રતિનિધિ અશોકભાઈ ચાવડા, નથુભાઈ કડીવાર, યાર્ડના ડાયરેક્ટ ભવાનભાઈ ભાગિયા, એડવોકેટ સંજય ભાગિયા, દિનેશભાઇ વાધરીયા, રશિકભાઈ દુબરીયા, નિલેશ પટણી, જીતેન્દ્ર ખોખાણી, પાટીદાર અગ્રણી અને આંબા ભગતની જગ્યાના પ્રમુખ હરેશભાઈ ધોડાસરા,ટંકારાના માજી સરપંચ કાનાભાઈ ત્રિવેદી સહિતના હાજર રહ્યા હતા આ તકે ઉપદેશક વિદ્યાલયના આચાર્ય રામદેવજીનુ સન્માન કરવામાં આવ્યું હતુ.