મોરબી તાલુકા વિસ્તારમાં ગઈકાલે બે અકાળે મોતના બનાવો નોંધાયા હતા. જેમાં એક આધેડે ઝેરી દવા પી મોતને વહાલું કર્યું હતું. જયારે એક યુવકનું ડંમ્પર ગાડી નીચે ઝેક ચડાવતી વેળાએ ઝેક છટકતા ગાડી આગળ રગડતા ઈજાઓ પહોંચતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
પ્રથમ બનાવમાં, મોરબીના આમરણ ગામે રહેતા શામજીભાઇ છગનભાઇ ગાંભવા નામના આધેડે ગઈકાલે પોતાના ઘરે કોઇપણ કારણોસર બપોરના સમયે મોનોકોટો દવા પી જતા તેને પ્રકાશભાઇ નામના તેમના પુત્રે મોરબી સરકારી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાતા ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.
બીજા બનાવમાં, મોરબીના લાલપર ગામે રહેતો અને ડ્રાઇવિંગનો ધંધો કરતો મહેશભાઇ શંગાભાઇ ડામોર નામનો યુવક ગત તા.૩૦/૦૪/૨૦૨૩ ના રોજ મોરબી વાંકાનેર હાઇવે કુબેર ચોકડી નીર્મળ જ્યોતી પેટ્રોલ પંપ સામે ડંમ્પર ગાડી નીચે ઝેક ચડાવતો હતો. ત્યારે ઝેક છટકતા ગાડી આગળ રગડતા તેના જમણા હાથ તથા ખભા પર ગાડીનુ ટાયર ચડી જતા યુવક ઈજાગ્રસ્ત થયો હતો. જેના કારણે તેને પ્રથમ સારવાર માટે મોરબી સર્મપણ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પિટલ રીફર કરવામાં આવ્યો હતો. જે બાદ અમદાવાદ સીવીલ હોસ્પિટલ સારવાર માટે રીફર કરેલ હોય જ્યાં સારવાર ટ્રોમાં વોડમાં ચાલુ હોય તેનું સારવાર દરમિયાન મોત નિપજતા ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.