માળીયા(મીં)માં આજે બાતમીના આધારે એસ.ઓ.જી. પોલીસની ટીમે અવઘ ઓનેસ્ટ હોટલ પાસેથી ગેરકાયદેસર હથીયાર પીસ્ટલ તથા ૪ જીવતા કાર્ટીઝ સાથે ઇસમને પકડી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તેમજ મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ કાયદો અને વ્યવસ્થા અન્વયે ગેરકાયદેસર હથિયાર રાખતા ઇમસોને શોધી કાઢવા ખાસ ઝુંબેશ રાખેલ હોય જે અન્વયે એસ.ઓ.જી. પી.આઇ. એમ.પી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ચાર્ટર મુજબની કામગીરી કરવા એસ.ઓ.જી.સ્ટાફ પ્રયત્નશીલ હોય તે દરમ્યાન મોરબી એસ.ઓ.જી. ટીમને બાતમી મળેલ કે, એક ઇસમ સુરજબારી પૂલ ઉપરથી માળીયા બાજુ બ્લુ કલરનુ નંબર પ્લેટ વગરનુ એક્સેસ બાઇક લઇને નિકળનાર છે. જેને શરીરે ભુખરા કલરનુ ટી-શર્ટ તથા કાળા કલરનું નાઇટનુ પેન્ટ પહેરેલ છે અને તેના નેફામાં પીસ્તોલ જેવુ હથિયાર છે. જે બાતમીના આધારે હકીકત વાળી જગ્યાએ જઇ વોચમાં રહી હનીફ ઉર્ફે નંઢો મહમદભાઇ જેડા (રહે કુબેર ટોકીઝની પાસે કુબેરની ધાર મફતીયા) નામના શખ્સને કોર્ડન કરી ઇસમ પીસ્ટલ તથા જીવતા કાર્ટીઝ સાથે મળી આવતા આર્મ્સ એક્ટ મુજબની કાર્યવાહી કરી અટક કરી માળીયા (મીં) પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે. તેમજ દેશી બનાવટની રૂ.૧૦,૦૦૦/-ની કિંમતની પીસ્ટલ, રૂ.૪૦૦/-ની કિંમતના ૪ જીવતા કાર્ટીઝ તથા રૂ.૩૦,૦૦૦/-ની કિંમતની એક એક્સેસ મોટર સાઇક્લ મળી કુલ રૂ.૪૦,૪૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.