Friday, November 29, 2024
HomeGujaratસોશિયલ મીડીયામા સીનસપાટા કરવા મોંઘા પડ્યા : હથીયારના ફોટા અપલોડ કરનાર યુવક...

સોશિયલ મીડીયામા સીનસપાટા કરવા મોંઘા પડ્યા : હથીયારના ફોટા અપલોડ કરનાર યુવક તથા હથિયારના માલિકને જેલ હવાલે કરાયા

મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ વિભાગીય પોલીસ અધિક્ષકશ્રી મોરબી ડીવીજન મોરબીના પી.એ. ઝાલાના માર્ગદર્શન હેઠળ તેમજ પી.આઇ એચ.એ.જાડેજાના માર્ગદર્શન મુજબ સોશ્યલ મીડીયા દ્વારા હથીયારના ફોટા પોસ્ટ કરી સમાજમાં ભય ફેલાવનારા ઇસમો ઉપર કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી સીટી એ ડીવીજન પોલીસની ટીમે સોશ્યલ મીડીયમા લાયસન્સવાળા હથીયારના ફોટા અપલોડ કરનાર મોરબીના ઇસમ તથા પરવાના ધારક વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ આર.પી. રાણા તથા કોન્સ્ટેબલ તેજાભાઇ ગરચરને મળેલ બાતમી આધારે ફેસબુકમા Rfik Movar નામના એકાઉન્ટની પ્રોફાઇલ પીકચરમા રફીકભાઇ જુસબભાઇ મોવર (રહે.મોરબી લાતીપ્લોટ શેરીનં.૧૧ ના ખુણે)એ હથીયાર સાથે ફોટો અપલોડ કરેલ હોય જેથી મજકુર પાસેથી અપલોડ કરેલ મોબાઇલ કબ્જે કરવામાં આવેલ તેમજ અલીમામદભાઇ જુમાભાઇ ચાવડા (રહે,અંજાર જુનીમાર્કેટ પાછળ કબ્રસ્તાનજીક)એ પરવાના વાળુ હથીયાર અન્યને આપી મદદગારી કરેલ હોય જેથી બંને ઇસમો વીરુધ્ધ આમ્સ એકટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવી મોરબી સીટી એ ડીવીજન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!