રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન જુગારની પ્રવૃતિ ઉપર અંકુશ લાવવા તેમજ પ્રોહિબિશન જુગારની બદી સદંતર નાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી એલ.સી.બી.એ વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી અશોક લેલન ટ્રકમાં બનાવેલ ચોરખાનામાં સંતાડી રાખેલ ઇંગ્લીશ દારૂની બોટલો તથા અન્ય મુદામાલ સાથે બે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી. પેરોલ ફર્લો સ્ટાફના માણસોને ખાનગી બાતમી મળેલ કે, અમદાવાદ તરફથી GJ-14-2-6800 નંબરની અશોક લેલન ગાડી રાજકોટ તરફ આવનાર છે. જે ગાડીમા ચોરખાનુ બનાવી તેમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો અંગ્રેજીદારૂનો જથ્થો સંતાડી હેરાફેરી કરે છે. જે હકીકતનાં આધારે વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા પાસે મોરબી એલ.સી.બી.એ વોચ ગોઠવતા ટ્રકમાંથી મેકડોવેલ્સ-૦૧ સુપ્રીમ વ્હીસ્કી, ઇમ્પીરીયલ બ્લુ વ્હીસ્કી, રોયલ ચેલેન્જ વ્હીસ્કી, રોયલ સ્ટેગ ડીલક્ષ વ્હીસ્કી, ડી.એસ.પી. બ્લેક ડીલક્ષ વ્હીસ્કી તથા બ્લેન્ડર પ્રાઇડ વ્હીસ્કીની કુલ ૧૪૮ બોટલોનો રૂ. ૨,૪૪,૫૦૦/- નો મુદ્દામાલ મળી આવતા પોલીસે વિદેશી દારૂ સહીત અન્ય મુદ્દામાલ મળી પોલીસે કુલ રૂ.૧૫,૧૨,૨૨૮/- નો મુદામાલ કબ્જે કરી ગીરીશભાઈ રાજાભાઇ ઓડીચા તથા નિલેશભાઇ ગીરીશભાઇ ઓંડીયા (રહે. બન્ને રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી તીરૂપતી પાર્ક પાસે અમૃતપાર્ક શેરી નં-૪ બ્લોક નં-એફ) નામના બે ઇસમોને પકડી પાડી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.