આત્મહત્યા કરનાર યુવકને તો બચાવી ન શકાયો પરંતુ પશ્ચિમ કચ્છ પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરીને મૃતક અને તેના પરિવાર પર લાગેલ ડાઘ ને દુર કરી મૃતક યુવકને ન્યાય અપાવ્યો
ભુજની ભાગોળે મુન્દ્રા રોડ પર સેડાતા પાસે હાઈલેન્ડ રિસોર્ટમાં ગત શુક્રવારે રાત્રે અમદાવાદની ૨૨ વર્ષીય યુવતી દ્વારા કથિત દુષ્કર્મની ફરિયાદ નોંધાવવાની તજવીજના કારણે મૂળ ઢોરી ગામના અને હાલે માધાપર રહેતા આહીર યુવક સ્વ. દિલીપ ગાગલે આપઘાત કર્યો હતો. જે મામલાની તપાસમાં દિલીપ આહીરને હનીટ્રેપમાં ફસાવી આપઘાત કરવા મજબૂર કર્યો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે દિલીપ આહીર આપઘાત કેસમાં મનીષા ગોસ્વામી, દિવ્યા અશોકભાઇ સહિત નવ સામે હનીટ્રેપનો ગુનો નોંધાયો છે.
મળતી માહિતી અનુસાર, ગત તારીખ ૦૩/૦૬/૨૦૨૩ ના રોજ દેશલપર-નલિયા રોડ પર આવેલ ઝાડીઓમાંથી દિલીપભાઇ ભગુભાઇ ગાગલ (રહે.હાલ માધાપર તા.ભુજ મૂળ રહે. ઢોરી તા.ભુજવાળા)એ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાસો ખાધેલી હાલતમાં લાશ મળેલ જે બનાવ અનુસંધાને નખત્રાણા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો બનાવ જાહેર થયેલ જે બનાવની તપાસ નખત્રાણા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલ અને આ બનાવની તપાસ ચાલુમાં હતી. તેમજ માનકુવા પોલીસ સ્ટેશનમાં એટ્રોસીટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો રજીસ્ટર થયેલ આ ગુનામાં આરોપી તરીકે નખત્રાણા પોલીસ સ્ટેશન અકસ્માત મોતના બનાવમાં દિલીપભાઇ વિરૂધ્ધ દાખલ થયેલ. આ ગુનાની તપાસ એસ.સી.એસ.ટી. સેલ પશ્ચિમ કચ્છ ભુજના નાયબ પોલીસ અધિક્ષક એમ.જે. ક્રિશ્ચિયન કરતાં હતા.
નખત્રાણા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ અકસ્માત મોતનો બનાવ તથા માનકુવા પોલીસ સ્ટેશનમા દાખલ થયેલ ગુનો આ બંને બનાવો એકબીજાની સાથેની હકીકતમાં જોડાયેલ હોય. જેથી આ બંને બનેલ બનાવોની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ મહાનિરીક્ષક જે.આર. મોથલીયા તથા પોલીસ અધીક્ષક ડો.કરનરાજ વાઘેલા પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ આ બંને બનેલ બનાવોની સત્ય હકીકત બહાર લાવવા માટે આ ગંભીર બનાવોનો પર્દાફાસ થાય તે અનુસંધાને પ્રાથમીક તપાસ કરી બનાવમાં સત્ય હકીકત શું છે તે શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજને સૂચના આપેલ હતી.
સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચએ આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ ઝીણવટભરી રીતે તપાસ આદરેલ તેમજ માનકુવા પોલીસ સ્ટેશનમાં મરણ જનાર વિરૂધ્ધ દાખલ થયેલ દુષ્કર્મના ગુનાની તપાસ કરનાર નાયબ પોલીસ અધિક્ષક એમ.જે.ક્રિશ્ચિયન અને દ્વારા નખત્રાણા પોલીસ દ્વારા અકસ્માત મોતની તપાસ કરી આમ તમામ અધિકારી તથા તેમની ટીમના પોલીસ કર્મચારીઓ દ્વારા સાથે મળી આ બંને બનાવોની ખંત પૂર્વક તપાસ કરી સત્ય હકીકત આ બંને બનાવ સબંધે બહાર લાવેલ છે.
જે સત્ય હકીકત મુજબ નખત્રાણા પોલીસ સ્ટેશનમા મનીષા ગોસ્વામી (રહે. પાલારા ભુજ), દિવ્યા અશોકભાઇ (રહે. જીવરાજ મહેતા હોસ્પીટલની સામે, ચામુંડા નગર, શેરી નં.૪, અમદાવાદ શહેર), અજય પ્રજાપતી (રહે ઘાટલોડીયા, ઠાકોર વાસની બાજુમાં, અમદાવાદ), આખલાક પઠાણ (રહે. વડોદરા), ગજુભાઈ ગોસ્વામી (રહે. ગણેશનગર ભુજ), આકાશ મકવાણા (એડવોકેટ) (રહે. અંજાર), કોમલબેન (રહે. અંજાર), રીધ્ધી નામની છોકરી તથા અઝીઝ (રહે ભુજ) નામના આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ થયેલ છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, આજથી એકાદ મહિના પહેલા તા.૦૩/૦૬/૨૦૩ ના આરોપીઓએ ભેગા મળી અગાઉથી ગુનાહીત કાવતરૂ રચી મરણ જનાર દિલીપભાઇ ભગુભાઇ ગાગલ પાસેથી રૂપિયા ૪ (ચાર) કરોડ જેવી રકમ બળજબરીથી કાઢવી લેવાનો સમાન ઇરાદો પાર પાડવા આરોપીઓ પૈકી એક આરોપીને તૈયાર કરી મરણ જનાર સાથે આયોજક પૂર્વક મીત્રતા કેળવી મરણ જનાર સાથે હાઇલેન્ડ રીસોર્ટ ખાતે જઈ હનીટ્રેપમાં ફસાવી દુષ્કર્મની ફરીયાદનો ભય બતાવી સહ આરોપીઓના કહ્યા મુજબ રૂપિયાની માંગણી કરતાં મરણ જનાર દિલીપભાઈને મરવા માટે દુસ્પ્રેરણ કરેલ હોવાનું ઉજાગર થયું હતું.