Thursday, September 19, 2024
HomeGujaratટંકારામાં પંચરોજ કામની નકલ માટે ૧.૧૧ લાખ પડાવનાર ઈસમ પોલીસ ગિરફતમાં :...

ટંકારામાં પંચરોજ કામની નકલ માટે ૧.૧૧ લાખ પડાવનાર ઈસમ પોલીસ ગિરફતમાં : અગાઉ કરી હતી આગોતરી જમીન અરજી

ટંકારામાં જમીનના પંચરોજકામનો એક શખ્‍સ ગેર ઉપયોગ કરીને પંચરોજકામની નકલ જબલપુર ગામના એક વ્‍યક્‍તિને એક લાખથી વધુ રકમમાં આપી સરકારી રેકર્ડનો ગેરઉપયોગ કરવા બાબતે ટંકારા મામલતદારે ગત મહિને ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આરોપી છેલ્લા થોડા સમયથી ફરાર થયો હતો અને તેણે ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી પણ કરી હતી. પરંતુ તે નામંજૂર થઈ હતી. ત્યારે ગઈકાલે ટંકારા પોલીસે ફરાર આરોપીને ખીજડીયા ચોકડી ટંકારા ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, 19 મે ના રોજ ટંકારામાં પંચ રોજ કામના દસ્તાવેજ માટે ૧.૧૧ લાખની રકમ લેનાર એક સામાન્ય ઇસમ વિરૂદ્ધ આક્ષેપો કરતો ઓડિયો વાયરલ થયો હતો. જેમાં અરજદારને પંચ રોજ કામના દસ્તાવેજની જરૂર હોય અને તે અસલ દસ્તાવેજ અરજદારને સરકારી કચેરીમાંથી મળવાને બદલે એક સમાન્ય માણસ મહેશ ગોપાણી પાસેથી મળ્યો હતો અને મહેશ ગોપાણીએ આ દસ્તાવેજ આપવાના બદલામાં અરજદાર પાસેથી ૧.૧૧ લાખ જેવી રકમ વસુલી હતી. જે બાબતે મીડિયા ન્યુઝ ચેનલમાં અહેવાલ પ્રસારિત થયા હતા જેને આધારે ટંકારાના ઇન્ચાર્જ મામલતદાર કે.ડી.બુસા એ મહેશ ગોપાણી વિરૂદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે ગુન્હામાં મહેશ ગોપાણી ફરાર હોય જે અંગે ટંકારા પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, આરોપી મહેશ ગોપાણી (રહે કલ્યાણપર,તા ટંકારા જી મોરબી) ખીજડીયા ચોકડી ટંકારા ખાતે આવનાર છે. જે ચોક્કસ હકિકત મળતા જે આધારે તપાસ કરતા નાસતો ફરતો આરોપી મહેશ અવચરભાઈ ગોપાણી મળી આવતા ઈસમને ટંકારા પોલીસે ગઈકાલે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!