Saturday, January 11, 2025
HomeGujaratનારણકા ગામના બજરંગ ધૂન મંડળે કિર્તનમાં એકઠા થયેલ બે લાખ રૂપિયાનું દાન...

નારણકા ગામના બજરંગ ધૂન મંડળે કિર્તનમાં એકઠા થયેલ બે લાખ રૂપિયાનું દાન કર્યું

સદભાવના પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટ ફિ ટિફિન પેટે આપ્યુ આર્થિક યોગદાન

- Advertisement -
- Advertisement -

નારણકા ગામનું બજરંગ ધૂન મંડળ 10 વર્ષથી નિસ્વાર્થ ભાવે ભજન ધુન કરવા માટે જયા પણ વાયક આવે ત્યા જાય છે. અને એક પણ પાઈ આની લિધા વિના. પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સેવા આપતા દંપતીએ મંડળને અમદાવાદ સિવિલ હોસ્પિટલ વિશેની વાત કરી કે તમે જે ભજન ગાવ છો નિસ્વાર્થ ભાવે ખરેખર એ ગૌરવ છે પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે ટિફિન સેવાની વાત કરી ત્યારે તેઓ ખૂબ થયા અને બજરંગ ધૂન મંડળના કાર્યકર્તાઓએ આ વાતને સ્વીકારીને સોનામાં સુગંધ ભળે એ રીતે એમણે બજરંગ ધુન મંડળમાં જે પણ કંઈ આવક આવશે તે તમામ આવક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સદભાવના પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટને અર્પણ કરીશું યોગદાન આપી દઈશું નો સંકલ્પ કર્યો હતો આજે આ બજરંગ ધૂન મંડળ લગભગ બે મહિનામાં ₹1,95 હજાર રૂપિયા માતબાર યોગદાન આપી બીજાને પણ પ્રેરણા લઈ શકે કે ખરેખર આપણે આ નિમિત્તે આપણે પણ યોગદાન આપીએ નારણકા ગામનું બજરંગ ધૂન મંડળ આવવા જવા માટેનો કોઈપણ ખર્ચ લેતું નથી અને આજે કંઈ યોગદાન આવે છે તે તમામે તમામ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સદભાવના પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટને અર્પણ કરે છે.

બજરંગ ધૂન મંડળના કાંતિભાઈ શીવાભાઈ સુરાણી, મેરજા મનસુખભાઈ દેવજીભા, મેરજા ભરતભાઈ છગનભાઈ, મેરજા કિરીટભાઈ અરજણભાઈ, મયંક અશોકભાઈ મેરજા, સગરામભાઇ અણદાભાઈ રબારી, મનસુખભાઈ કાનજીભાઈ મોરડીયા, દેવરાજભાઈ પ્રેમજીભાઈ મેરજા, નરભેરામભાઈ ટપુભાઈ મેરજા, ચુનીભાઇ લાલજીભાઈ મેરજા, જસમતભાઈ દેવજીભાઈ કારોલીયા, બીપીનભાઈ ચતુરભાઈ દાવા, હરિલાલ ભટ્ટ સહિતના જોડાયેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!