Saturday, January 11, 2025
HomeGujaratમાનવતા અને સોશિયલ મીડિયાનો સંગમ: માળીયા(મી) ના જસાપર ગામના ગુમ આધેડ ૧૭૮૦...

માનવતા અને સોશિયલ મીડિયાનો સંગમ: માળીયા(મી) ના જસાપર ગામના ગુમ આધેડ ૧૭૮૦ કિમી દૂર હિમાચલ પ્રદેશથી મળી આવ્યા

માળિયા તાલુકાના જસાપર ગામના અસ્થિર મગજના વ્યક્તિ નાથાભાઇ ઘેલાભાઈ ભરવાડ આશરે છેલ્લા છ એક મહિનાથી લાપતા હતા.

- Advertisement -
- Advertisement -

આર્મી જવાન પાસે ખાવાનું માંગ્યું તો આર્મી જવાન ગુજરાતના હોવાથી ભાષા સમજી ગયા અને નામ સરનામું પૂછી મેસેજ અને ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો

જેનો તારીખ 02/06/2023 ના રોજ સોશીયલ મીડિયામાં એક ફોટા સાથે નો એક મેસેજ વાયરલ થયો જેમાં લખ્યું હતું કે “આ ભાઈ હિમાચલ પ્રદેશના કીનોર જિલ્લા ના પુહ તાલુકા માં રસ્તા પર રોડ પર ચાલતા જતા હતા તે જગ્યાએ મારી ડયૂટી છે ત્યારે આ ભાઈએ મારી પાસે ખાવાનું માંગ્યું તો આર્મી મેન ગુજરાતી હતા અને ભાષા સમજી ગયા એટલે તેને ખાવા પીવા આપ્યું અને તેને તેનું નામ સરનામું પુછીયું તો આ અસ્થિર મગજના વ્યક્તિ એ પોતાનું નામ નાથાભાઇ ઘેલાભાઈ રાવા અને જસાપર ગામ તાલુકો માળિયા મી અને મોરબી જિલ્લો જણાવ્યું એટલે તે આર્મીમેને આ મેસેજ ગુજરાત ના ગ્રુપ માં વાયરલ કર્યો અને તે મેસેજ વાયરલ થતા જસાપર ગામના ગ્રુપમાં આવ્યો તે મેસેજ માં ગુજરાતી આર્મી જવાન ના નંબર હતા જસાપર ગામના યુવાનો એ તેનો સંપર્ક સાધ્યો આર્મીજવાન સાથે વાત કરી આર્મી જવાને જણાવ્યું કે આ ભાઈ ભાગ ભાગ કરે છે ઉભા રહેતા નથી એક તરફ ચાઈના બોર્ડર છે અને એક તરફ બર્ફીલો પહાડી વિસ્તાર છે આ ભાઈ ચાલ્યા ગયા તો આનો પતો નહી લાગે એટલે જસાપર ગામના નિર્મલભાઈ કાનગડ તેને ત્યાંના પોલીસ સ્ટેશને સોંપવાનું જણાવેલ તો આર્મી જવાને ત્યાં પોલીસ સ્ટેશનમાં નાથાભાઇ ને સોંપેલ અને ત્યાંના પોલીસ સ્ટેશનના થાણા અધિકારીએ જસાપર ગામના યુવાનો ને જણાવેલ કે તમે લોકો લેવા આવતા હોય તો હું આને ત્રણ ચાર દિવસ મારા પોલીસ સ્ટેશનમાં રાખું છુ.

ગામના યુવાનો ગામ માં ભેગા થયા અને આયોજન કર્યું અને ચાર યુવાનો તૈયાર થયા અને ઝડપથી પહોંચવા માટે કાર દ્વારા સતત ૧૭૮૦ કિલોમીટર નુ અંતર કાપ્યું

બસ તે જ રાત્રે જસાપર ગામના યુવાનો નાથાલાલ ને લેવા માટેના આયોજન કરવા ભેગા થયા લેવા જવા માટે ચાર વ્યક્તિ તૈયાર થયા જેમાં ધીરુભાઈ એચ કાનગડ ,નિર્મળભાઈ એમ કાનગડ અને રાજેશભાઈ એમ ચાવડા, વનરાજભાઈ એમ ચાવડા નામના આહીર યુવાનો તારીખ 03/06/23 ના રોજ સવારે પોતાની કાર લઈને નાથાલાલ ને લેવા જવા માટે રવાના થયા અને તારીખ 08/06/23 ના રોજ નાથાલાલ ને જસાપર ખાતે પરત લાવ્યા હતા.

ત્યાંના ખરાબ અને અતિ ભયંકર પહાડી રસ્તા અને હવામાન અને જસાપર ગામથી 1780 કિમિ દૂર
હોવા છતાં આ ચાર આહીર યુવાનો એ ત્યાંથી નાથાલાલ ને પરત લાવી અને સાર્થક કરી બતાવ્યું હતું તેમજ આર્મી જવાન રાશિકભાઈ રાઠવા મૂળ છોટાઉદેપુર ના વતની અને હાલ હિમાચલ પ્રદેશમાં પૂહ તાલુકામાં આર્મી પોલિસ માં ફરજ બજાવે છે તેમજ આ સમગ્ર કામગીરીમાં આર્મી મેન, ત્યાંની સ્થાનિક પોલીસ, સોશિયલ મીડિયા અને જશાપર ગામના યુવાનો ની મહેનત રંગ લાવી હતી જેના પરિણામ સ્વરૂપે ગુમ થયેલ નાથાલાલ પોતાના ગામથી ૧૭૮૦ કિલોમીટર દૂરથી હેમખેમ મળી આવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!