Saturday, January 11, 2025
HomeGujaratમોરબીનાં અણીયારી ગામ પાસે કારે બાઇકને હડફેટે લેતા યુવક ઈજાગ્રસ્ત

મોરબીનાં અણીયારી ગામ પાસે કારે બાઇકને હડફેટે લેતા યુવક ઈજાગ્રસ્ત

મોરબીમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં અણીયારી ગામની સીમ ખાખરેચી પાટીયા પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવકની મોટરસાઇકલને કારે હડફેટે લેતા યુવક ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારે સમગ્ર મામલે મોરબી તલયુક પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, માળીયા મી. તાલુકાના ખાખરેચી ગામે રહેતો નરેશભાઇ પાલજીભાઇ દેગામા નામનો યુવક પોતાનુ GJ-03-FS-9523 નંબરનું મોટર સાઇકલ સ્પેલન્ડર સ્માર્ટ લઈ અણીયારી ગામની સીમ ખાખરેચી પાટીયા પાસે નેશનલ હાઇવે રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે ખાખરેચી પાટીયા પાસે રોડ ક્રોસ કરતી વેળાએ હળવદ થી માળીયા બાજુ જતી એક સફેદ કલરની GJ38BE7576 નંબરની ફો વ્હીલ ગાડીના ચાલકે પુર ઝડપે કાર ચલાવી એક્સીડેન્ટ કરી ફરીયાદીને ઈજાઓ પહોંચાડતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!