અરબી સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાતી તોફાન બિપરજોય અગાઉ પાકિસ્તાન કે ઓમાન તરફ ફંટાય તેવી સંભાવનાં સેવાઈ રહી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ આ વાવાઝોડું ઓખા અને કચ્છ તરફ અથડાય તેવી શક્યતા છે. જેથી હવામાન વિભાગે અલગ અલગ જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે. જેને પગલે તમામ જિલ્લાના વહીવટી તંત્ર એકશનમાં મોડમાં છે. ત્યારે અનેક લોકો દ્વારા સ્થળાંતરિત લોકો માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે. તેવી જ રીતે મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર પણ સ્થળાંતરિત લોકોની વહારે આવ્યું છે. નિમિત્ત કક્કડ દ્વારા ટ્વિટ કરી જણાવવામાં આવ્યું હતું કે, વાવાઝોડાને પગલે મોરબી જીલ્લામાંથી તંત્ર દ્વારા સ્થળાંતરીત કરવામા આવેલ લોકો માટે બંને ટાઈમ ભોજનની વ્યવસ્થા કરવા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર તૈયાર છે. તંત્ર દ્વારા બે કલાક અગાઉ જાણ કરવા આવશે. તો ગમે તેટલા અસરગ્રસ્ત લોકો માટે ભોજન ની વ્યવસ્થા કરી આપીશુ.