Thursday, December 26, 2024
HomeGujaratમોરબી:આત્મહત્યા કરવા જઈ રહેલ સગીરાને સમજાવી ૧૮૧ અભયમ ટીમે સગીરાનો જીવ બચાવ્યો

મોરબી:આત્મહત્યા કરવા જઈ રહેલ સગીરાને સમજાવી ૧૮૧ અભયમ ટીમે સગીરાનો જીવ બચાવ્યો

ગઈકાલે તારીખ. ૧૨/૦૬/૨૦૨૩ ના રોજ વહેલી સવારે ૧૮૧ અભયમ ટીમ દ્વારા આત્મહત્યા કરવાનો વિચાર કરતી સગીરવય યુવતીની મદદ કરી આત્મહત્યાનો વિચાર કરતી યુવતીને બચાવી સગીરાને તેમના પરિવારને સોંપી છે.

- Advertisement -
- Advertisement -

ગઈકાલે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં જાગૃત નાગરિક દ્વારા ફોન કરવામાં આવેલ કે મોરબી જુના બસ સ્ટેશન ખાતે એક પીડિત યુવતી આત્મહત્યા કરવા જાય છે.તેમને બચાવીને બેસાડી રાખેલ છે. પરંતુ હજુ પણ મરી જવાનું કહે છે. તેથી પીડિત સગીરાને ૧૮૧ ટીમની મદદની જરૂર છે. જેના પગલે ૧૮૧ ટીમના કાઉન્સિલર ભુવા જાગૃતિબેન, મહિલા કોન્સ્ટેબલ પરમાર જ્યોત્સનાબેન તેમજ પાયલોટ રાજભાઈ ઘટના સ્થળે સગીરાની મદદ માટે પહોંચ્યા હતાં સગીરાને ત્યાંનાં લોકોએ સુરક્ષિત જગ્યાએ બેસાડેલા હતાં. યુવતી સાથે ૧૮૧ ની ટીમે વાતચીત કરતા કાઉન્સેલિગ દરમિયાન મારે મરી જવું છે. વારંવાર એક જ શબ્દ બોલતા હતા. ૧૮૧ ની ટીમ દ્વારા શાંતિપૂર્વ વાતચીત કરી આશ્વાશન આપી વિશ્વાસ આપવામાં લીધી હતી. ત્યારબાદ આપઘાતના પ્રયાસ અંગે પુછતા પીડિત સગીરાએ જણાવ્યું કે, તેને એક પુરુષ સાથે પ્રેમ સંબંધ છે. તેમજ સગીરાનેએ પુરુષ સાથે લગ્ન કરવા હોય અને તેમના માતા-પિતા લગ્નની ના પાડતા હોય તેથી સગીરા છેલ્લા કેટલાક દિવસથી ઘરે લગ્નની જીદ કરતી હતી. પરંતુ સગીરાના માતા-પિતા લગ્ન કરવવા તૈયાર ન હોય. એથી સગીરાને મનમાં લાગી આવતા તેમને આત્મહત્યા કરવાનો વિચાર કરી ઘરમાંથી મધ્ય રાત્રીના સમયે નીકળી ગયેલ અને મોરબી જુના બસસ્ટેશન પહોંચેલા. ૧૮૧ ટીમે સગીરાને આત્મહત્યાનું પગલું નહીં ભરવા બાબતે સમજાવેલ અને તેમના ભાઈને ફોન કરીને બોલાવેલ તેમના ભાઈને સમજાવેલ કે સગીરા આગળ દિવસમાં કોઈ પગલું ન ભરે તેનું ધ્યાન રાખવાનું જણાવેલ. સગીરાને સાંત્વના આપેલ અને મોટીવેટ કરેલ અને જરુર પડે તો ૧૮૧ નો સંપર્ક કરવાનું કહેલ અને સગીરાને કુશળ કાઉન્સિલિંગ દ્વારા ક્યાંરેય આત્મહત્યા ન કરવા બાબતે લાંબી સમજાવટ આપેલ આમ સગીરાએ આત્મહત્યાનો વિચાર નહીં કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો અને રાજી-ખુશીથી તેના પરિવાર સાથે જવાનું કહેલ. જેને લઇ સગીરાના ભાઈ અને તેમના કાકીએ ૧૮૧ ની ટીમનો આભાર વ્યક્ત કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!