Thursday, December 26, 2024
HomeGujaratમોરબીમાંથી દેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સો તથા વિદેશી દારૂની હેરાફેરી કરતો...

મોરબીમાંથી દેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સો તથા વિદેશી દારૂની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો

રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન જુગારની પ્રવૃતિ ઉપર અંકુશ લાવવા તેમજ પ્રોહિબિશન જુગારની બદી સદંતર નાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી જિલ્લા પોલીસે બે સ્થળોએથી દારૂનો જથ્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ બનાવમાં, મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાંથી બે શખ્સો GJ-06-CM-7979 નંબરની રીક્ષા લઈ નીકળનાર છે. જેમાં કેફી પીણું ભરેલ છે. જે હકીકતના આધારે પોલીસે આદિત્ય હોટલ સામે, સર્વિસ રોડ ઉપર વોચ ગોઠવી રાખી સ્થળ પરથી GJ-06-CM-7979 નંબરની રૂ.૨,૦૦,૦૦૦/-ની કિંમતની ટોયોટા કંપનીની ઇનોવા કારને રોકી તેમાંથી પ્લાસ્ટિકના ૨૦ બાચકા જે એક બાચકામાં આશરે ૦૫ લીટરની ક્ષમતાવાળી પ્લાસ્ટિકની ૦૫ પારદર્શક કોથળી એમ ૦૫ લીટર ક્ષમતાવાળી કૂલ પ્લાસ્ટિકની ૧૦૦ કોથળી માં દેશી પીવાના દારૂ જેવુ રૂ.૧૦,૦૦૦/-ની કિંમતનું ૫૦૦ લીટર કેફી પ્રવાહી મળી કૂલ રૂ.૨,૧૦,૦૦૦/-નો મુદ્દામાલ મળી આવતા પોલીસે યુવરાજભાઇ બાબુભાઇ ધાધલ (રહે.મેસરીયા તા.વાંકાનેર જી.મોરબી) તથા વિજયભાઇ રાજાભાઇ (રહે.મેસરીયા તા.વાંકાનેર જી.મોરબી) નામના શખ્સોની અટકાયત કરી છે. તેમજ પૂછપરછમાં બંને આરોપીઓ સદ્દામ હકીમભાઇ અજમેરી (રહે. લાલપર, તા.જી.મોરબી) નામના શખ્સને માલ દેવા જતો હોવાનું સામે આવ્યું છે.

બીજા બનાવમાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે મોરબી શકત શનાળા નીતીનનગર રોડ પર શંકાના આધારે GJ01-KP-1338 નંબરની ફોર વહીલ કારને રોકી તેમાં સવાર ધનશ્યામસિંહ છત્રસિહ જાડેજા (રહે.મોરબી શકતશનાળા નીતીનનગર) નામના શખ્સની પૂછપરછ કરી કાર તપાસતા કારમાંથી જહોનીવોકર રેડ લેબલ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કી બોટલ નંગ.૪ કિ.રૂ.૭૧૮૦/-નં.(૨) બ્લેન્ડર પ્રાઇડ સીલેકટ પ્રીમીયમ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ બોટલ નંગ.૨ કિ.રૂ.૧૯૭૦/-(૩) બ્લેન્ટાઇન ફીનેસ્ટ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ ની બોટલ નંગ.૨ કિ.રૂ.૨૦૦૦/- મળી બોટલ નંગ-૭ કુલ કિરૂ,૧૧૧૫૦/- નો મુદામાલ પોતાની ફોર કારનં.GJ01-KP-1338 કિરૂ,૫૦,૦૦૦/-મા રાખી તથા મોબાઇલનંગ-૨ મળી કુલ મુદામાલ રૂ.૧,૧૨,૧૫૦/-ના મુદામાલ રૂ.૭૧૮૦/-ની કિંમતની જહોનીવોકર રેડ લેબલ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની ૪ બોટલો, રૂ.૧૯૭૦/-ની કિંમતની બ્લેન્ડર પ્રાઇડ સીલેકટ પ્રીમીયમ વ્હીસ્કીની ર બોટલો તથા રૂ.૨૦૦૦/-ની કિંમતની બ્લેન્ટાઇન ફીનેસ્ટ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની ર બોટલો મળી ૭ બોટલના કુલ રૂ.૧૧,૧૫૦/-ના મુદામાલ સાથે કાર તથા ૨ મોબાઇલ મળી કુલ રૂ.૧,૧૨,૧૫૦/-ના મુદામાલ સાથે મળી આવતા પોલીસે આરોપીની અટકાયત કરી તેની સઘન પૂછપરછ કરતા આરોપીએ જણાવ્યું હતું કે તેણે દારૂનો જથ્થો અજયસિંહ બળવંતસિંહ ઝાલા (હે.મોરબી શનાળા રોડ ગુ.હા.બોર્ડ) પાસેથી મેળવ્યો હતો. જેને આધારે પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!