Monday, December 23, 2024
HomeGujaratસંભવિત વાવાઝોડાના અસરગ્રસ્તોને મદદરૂપ થવા માટે દાદુ ફાઉન્ડેશન આગળ આવ્યું : હેલ્પ...

સંભવિત વાવાઝોડાના અસરગ્રસ્તોને મદદરૂપ થવા માટે દાદુ ફાઉન્ડેશન આગળ આવ્યું : હેલ્પ લાઈન નંબર જાહેર કર્યા

મોરબી જિલ્લો હાલ જ્યારે બિપરજોયની ઓથમાં છે ત્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં વસતા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવાની કાર્યવાહી તંત્ર દ્વારા કરાઈ રહી છે. આ વિવિધ વિસ્તારોના અસરગ્રસ્તોને આ સમય દરમિયાન મદદ મળી રહે તે હેતુથી મોરબીની વિવિધ સામાજિક તથા ધાર્મિક સંસ્થાઓ રાહતકાર્યમાં આગળ આવી છે. તેમજ સંભવિત વાવાઝોડાના અસરગ્રસ્તોને મદદરૂપ થવા માટે દાદુ ફાઉન્ડેશન દ્વારા હેલ્પ લાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

દાદુ ફાઉન્ડેશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મોરબી જિલ્લામાં વાવઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે. સંભવિત વાવઝોડાની જો અસર થાય તો પાંચ દિવસ મોરબી જિલ્લા માટે કઠિન બની જશે. તંત્ર રાહત અને બચાવ માટે પૂરેપૂરી તૈયારી કરી રહ્યું છે. ત્યારે આવી કુદરતી આપતી વખતે જરૂર પડે ત્યારે મદદરૂપ થવા દાદુ ફાઉન્ડેશન ગ્રુપ ચાલુ છે અને સંભવિત વાવાઝોડાના અસરગ્રસ્તોને મદદરૂપ થવા માટે અત્યારથી દાદુ ફાઉન્ડેશન ગ્રુપના તમામ મેમ્બરોને મદદરૂપ થવા માટે ખડેપગ રાખવામાં આવ્યા છે. આ વાવઝોડાની અસર થાય તો મોરબી જિલ્લામાં જ્યાં જ્યાં મદદનો પોકાર ઉઠશે ત્યાં તુરંત જ દાદુ ફાઉન્ડેશન પહોંચી જશે અને વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહીને અસરગ્રસ્તોની મદદ કરશે. તેમજ કોઈ પણ જાતની મદદની જરૂર પડ્યે દાદુ ફાઉન્ડેશન દ્વારા હેલ્પ લાઇન નંબર 7984378128, 7359968123 પણ જાહેર કરવામાં આવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!