Monday, December 23, 2024
HomeGujaratસંકટ સમય માટે મોરબી એસ.પી. કચેરીના કંટ્રોલ રૂમ ખાતે હેમ રેડીયો ટીમ...

સંકટ સમય માટે મોરબી એસ.પી. કચેરીના કંટ્રોલ રૂમ ખાતે હેમ રેડીયો ટીમ કાર્યરત

સંદેશા વ્યવહારના તમામ પ્રકારના માધ્યમો ખોરવાય છે ત્યારે મહત્વની કડીરૂપ બને છે હેમ રેડિયો સિસ્ટમ

- Advertisement -
- Advertisement -

મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ પર હાલ બિપરજોય વાવાઝોડાનો ભય વર્તાઈ રહ્યો છે. ત્યારે આ આપદા વેળાએ જિલ્લામાં જો સંદેશા વ્યવહાર ખોરવાય તો તે માટે મહત્વની કડીરૂપ હેમ રેડિયો સિસ્ટમ સાથેની ટીમ GSDMA-ગુજરાત સ્ટેટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ગાંધીનગર દ્વારા ફાળવવામાં આવી છે.

વાવાઝોડાના કારણે જયારે તમામ પ્રકારના સંદેશા વ્યવહારના સાધનો નિષ્ક્રિય થઇ જાય છે તેવા સંજોગોમાં સંદેશા વ્યવહાર કાર્યરત રહે તે માટે હેમ રેડિયો ઓપરેટર ભાવેશ બસંતાણી, બિરજ કાચા અને કનૈયાલાલ કોટક સહિતના સભ્યો સાથેની હેમ રેડીયો મોરબી પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ઓપરેટિંગ સિસ્ટમ અને સાધનો સાથે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

હેમ રેડિયો ઓપરેટર કનૈયાલાલ કોટકે જણાવ્યું હતું કે, “ગાંધીનગર દ્વારા અમારી ટીમ આફત સમય માટે અહીં કાર્યરત કરવામાં આવી છે. ગઈકાલે રાત્રે અહીં પહોંચી હાલ તમામ સેટઅપ અહીં ગોઠવી હેમ રેડિયો ની એક્ટિવિટી કાર્યરત કરી દેવામાં આવી છે. આ એમ રેડીયો સિસ્ટમ સેટેલાઈટ સાથે સીધું જોડાયેલું છે. વાવાઝોડા દરમિયાન જ્યારે વીજ પુરવઠો ઠપ થઈ જાય અને નેટવર્ક ટાવર પણ કામ ન કરે એટલે કે તમામ કમ્યુનિકેશનના સાધનો કામ કરતા બંધ થઈ જાય ત્યારે કોમ્યુનિકેશનના એક સાધન તરીકે હેમ રેડિયો ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. હાલ ઇલેક્ટ્રિસિટી સાથેની સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે જ્યારે વીજ પુરવઠો અને તમામ સગડો ઠપ થઈ જાય ત્યારે કારની બેટરી સાથે જોડીને પણ હેમ રેડિયો કાર્ય કરી શકે છે”.

હેમ રેડિયોને સરળ ભાષામાં સમજીએ તો આ એક એવું વાયરલેસ ઉપકરણ છે કે જેનાe દ્વારા વિશ્વના કોઇ પણ ખૂણે વાત કરવા અને મેસેજ મોકલવા માટે વીજ પુરવઠો, સંચાર સાધનો કે નેટની જરૂર રહેતી નથી. આ માટે માત્ર જરૂરી છે એક ખાસ પ્રકારનો રેડિયો, એન્ટીના અને કારની ૧૨ વોલ્ટની બેટરી. આ હેમ રેડિયો એક એવું કોમ્યુનિકેશન માધ્યમ છે કે જે વાવાઝોડા અને ભુકંપ જેવી કુદરતી આપદામાં લોકો વચ્ચે કોમ્યુનિકેશનનું સાધન બને છે. ઉલ્લેખનીય છે કે, હાલ મોરબીમાં સંભવિત બિપરજોય વાવાઝોડાને પગલે આ હેમ રેડિયો સિસ્ટમ આપાતકાલીન સ્થિતિમાં સંદેશાની આપ-લે માટે ખૂબ મહત્વની બની રહેશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!