Monday, December 23, 2024
HomeGujaratમોરબીની મકનસર ચોકી પાસે કારે બાઇકને હડફેટે લેતા બે ઈજાગ્રસ્ત

મોરબીની મકનસર ચોકી પાસે કારે બાઇકને હડફેટે લેતા બે ઈજાગ્રસ્ત

મોરબીમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં પ્રેમજીનગરના ગેઇટ પાસે મકનસર વાંકાનેર તરફ જતા સર્વિસ રોડ ઉપર એક કારે બાઇકને હડફેટે લેતા બાઈક સવાર યુવકો ઈજાગ્રસ્ત થયા હતા. જેને પગલે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હાલ જાંબુડીયા શંભુ હોમ ડેકોર ટાઇલ્સ કારખાનામાં નંદ પેટ્રોલ પંપની પાછળ રહેતા મૂળ મોરબીના જેતપર ગામના યુવક રાજેશભાઇ સોંડાભાઇ પરમાર પોતાનું GJ-36-AA-5632 નંબરનું હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ લઇ સાહીલભાઇ ભલાભાઇ મકવાણા (રહે,પ્રેમજીનગર) સાથે પ્રેમજીનગરના ગેઇટ પાસે મકનસર વાંકાનેર તરફ જતા સર્વિસ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે GJ-36-B-5036 નંબરના સ્વીફ્ટ કારના ચાલકે પોતાની કાર પુરપાટ ઝડપે ચલાવી બંને યુવકોને મોટર સાયકલ સહીત હડફેટે લઈ વાહન અકસ્માત કરી ફરીયાદી રાજેશભાઇને શરીરે કપાળમાં ડાબી બાજુ જમણા પગના પંજામાં તથા શરીરે અન્ય છોલછાલ તથા મુંઢ ઇજાઓ તથા સાહીલને શરીરે જમણા પગના સાથળમાં ફ્રેક્ચરની તથા માથામાં હેમરેજની ગંભીર તથા નાકે, હોઠે ગળાના ભાગે થી ડુટી સુધી નાની મોટી ઇજાઓ પહોંચતા બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તેમજ સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!