Tuesday, January 7, 2025
HomeGujaratબિપરજોય વાવાઝોડાની આપદામાં ૧૮૧ અભયમ ટીમની સરાયનીય કામગીરી : નિ:સહાય વૃદ્ધ મહિલાને...

બિપરજોય વાવાઝોડાની આપદામાં ૧૮૧ અભયમ ટીમની સરાયનીય કામગીરી : નિ:સહાય વૃદ્ધ મહિલાને સુરક્ષીત સ્થાને ખસેડયા

ગુજરાતે તાજેતરમાં બિપરજોય વાવાઝોડાના પડકારનો સામનો કર્યો હતો. સરકારી તંત્ર દ્વારા અસરગ્રસ્ત જિલ્લામાંથી હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યાનો દાવો કર્યો હતો. જે દરમિયાન બિપરજોય વાવાઝોડાની આપદામાં ૧૮૧ અભયમ ટીમની સરાયનીય કામગીરી જોવા મળી હતી. બિપરજોય વાવાઝોડાના સંકટ વચ્ચે પવન અને વરસાદથી ધ્રુજતા નિ:સહાય વૃદ્ધ મહિલાને અભયમ ટીમ દ્વારા સુરક્ષીત સ્થાને ખસેડાયા હતા.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગત તારીખ 15/06/2023 ના રોજ રાત્રે સજ્જન વ્યક્તિ દ્વારા 181 પર કોલ કરેલ કે, એક અજાણી મહિલા મળી આવેલ હોય માટે મદદની જરૂર છે. ત્યાર બાદ તાતકાલિક 181 મોરબી લોકેશન ટીમના કાઉન્સેલર પટેલ સેજલબેન તેમજ કોન્સ્ટેબલ રંજનબેન પાયલોટ રાજભાઈ ઘટના સ્થળે પોંહચેલ અને તે મહિલા પાસે જઈ સૌ પ્રથમ તો તેમને પેહલા સાંત્વના આપેલ ત્યાર બાદ તેમનું કાઉન્સિલિંગ દરમ્યાન મહિલા મુંજાયેલી હાલતમાં હોય તેમનું સરનામું કે તેમના વિશે માહિતી આપી શકતા ન હતા, તેથી અભયમ ટીમ દ્વારા વધુ પ્રયત્ન કરવામાં આવેલ પરંતુ તેઓ ક્યા રહે છે કોણ છે વગેરે બાબતે કઈ જણાવી શકતા ન હતા, મહિલાની મદદ માટે ૧૮૧માં કોલ કરનાર સજ્જન વ્યકિત દ્વારા જણાવેલ કે તેઓ ત્યા એકલા ક્યારના બેઠા હોય વધુ પવન અને વરસાદના કારણે વૃદ્વ મહિલા ધ્રુજતા હોય ત્યાના સરપંચ તેમજ તલાટીએ જણાવેલ કે આ મહિલા અહીંના નથી તેમજ નજીકના પોલીસ સ્ટેશનમા પણ પુછતાછ કરવામાં આવેલ પરંતુ તેમને જણાવેલ કે આવી કોઈ અજાણી વૃદ્ધ મહિલાની ગુમ થયાની અરજી આવેલ નથી. 181 ટીમ દ્વારા આજુબાજુના વિસ્તારમા મહિલાને લઇ જઈ પુછપરછ કરેલ પરંતુ મહિલાને કોઈ ઓળખતુ ન હોવાથી તેમને લાંબા ગાળાના કાઉન્સિલિંગ તેમજ આશ્રયની જરૂર હોવાથી  સખી વન સ્ટોપ સેંટર-મોરબી ખાતે આશ્રય અપાવવામાં આવેલ છે. સ્થાનિક લોકોએ અભયમની માનવતા ભરી કામગીરીની પ્રશંસા કરી હતી.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!