Friday, January 3, 2025
HomeGujaratબીપરજોય વાવાઝોડા દરમિયાન મોરબી ફાયર વિભાગની પ્રશંસનીય કામગીરી

બીપરજોય વાવાઝોડા દરમિયાન મોરબી ફાયર વિભાગની પ્રશંસનીય કામગીરી

મોરબી જીલ્લામાં બીપરજોય વાવાઝોડાની આગાહીને મુજબ ચીફ ઓફિસર ના માર્ગદર્શન હેઠળ પરીસ્થિતિ ને પહોચી વળવા વધુ નુકસાન ન થાય તે માટે જીલ્લા ની અલગ અલગ ટીમો કાર્યરત હતી. જેમાં મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસની ૧૫ માણસોની ટીમ ૨૪x૭ એલર્ટ મોડ માં હતી અને સાથે ૦૧ HDPE બોટ ,૦૧  રેસ્ક્યુ ટેન્ડર ,૦૧  મીની ફાયર, ૦૧  ફાયર ટેન્ડર અને કટર, રસ્સા વગેરે અન્ય સાધનો સાથે કોઈ પણ પરિસ્થિતિ ને પહોંચી વળવા ટીમ માં માહિર તરવૈયા અને સ્ટ્રક્ચર ડેમેજના બનાવ ની ટીમ અલગથી બનવામાં આવેલ હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગ દ્વારા ઘર, શેરી ,જાહેર રસ્તા , વીજતાર પર પડી કે નમી ગયેલ ઝાડ ના હાલ સુધી ૧૦૧ ઈમરજન્સી નંબર પર કૂલ ૧૪૫ કોલ અટેન્ડ કરી ને કામગીરી કરી હતી તેમજ મોરબી ફાયર ટીમ દ્વારા વાવાઝોડા દરમ્યાન ઘરમાં, શેરીઓમાં, જાહેર રસ્તામાં તેમજ વીજળીના તાર ને નમીને અવરોધ રૂપ બનેલા વૃક્ષોને ટ્રિમિન્ગ કરવાની તેમજ વૃક્ષો ધરાશયી થવાના કારણે અવરોધ ઊભો થતાં આ વૃક્ષને કટીંગ, સ્પ્રેડીન્ગ જેવા સાધનો ની મદદથી હટાવીને ઘર ઉપર પડતા બચાવી લેવા ની સાથે ખુલ્લા કરવાની કામગીરી કરવામાં આવી હતી.તેમજ સાથે સાથે આગ લાગવાના ૦૨ બનાવ અને સ્ટ્રકચરલ ડેમેજ  ના ૦૧ કોલ અટેન્ડ કરી કામગીરી કરી હતી અને હાલમાં પણ આવતા કોલ સામે કામગીરી ચાલુ છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!