Tuesday, December 31, 2024
HomeGujaratમોરબી શહેર સમસ્ત બ્રહસમાજ ના નવા હોદેદારોની સર્વાનુમતે વરણી કરાઈ

મોરબી શહેર સમસ્ત બ્રહસમાજ ના નવા હોદેદારોની સર્વાનુમતે વરણી કરાઈ

જેમાં પ્રમુખ તરીકે રવીન્દ્રભાઈ ત્રિવેદી ની મહામંત્રી તરીકે કમલભાઈ દવે અને મિલેશ ભાઈ જોશીની મોરબી પરશુરામ ધામ, સૌરાષ્ટ્ર કચ્છ મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ,મોરબી મહિલા બ્રહ્મસમાજ ની પાંખ,મોરબી પરશુરામ યુવા ગૃપ સહિતના બ્રહ્મસમાજ ના આગેવાનો અને બ્રહબંધુઓની હાજરીમાં વરણી કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેર સમસ્ત બ્રહ્મસમાજ ની નવી ટીમ ની રચના કરવા માટે આજે મોરબી પરશુરામ ધામ ખાતે બ્રહ્મ સમાજની જુદી જુદી પાંખના આગેવાનો ની હાજરીમાં મીટીંગ યોજી યજ્ઞ કરવામાં આવ્યો હતો.

જેમાં મોરબી શહેર સમસ્ત બ્રહ્મસમાજ ના પ્રમુખ, ઉપપ્રમુખ,મહામંત્રી અને કારોબારી સભ્યોની પસંદગી કરવામાં આવી હતી જેમાં મોરબી શહેરના સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનોની ટર્મ એક મહિના પહેલા પૂર્ણ થતાં આજે મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ ની આગેવાનીમાં મોરબી શહેર સમસ્ત બ્રહ્મસમાજ ના નવા પ્રમુખ તરીકે રવીન્દ્રભાઇ ત્રિવેદી, મહામંત્રી તરીકે કમલભાઈ દવે અને મિલેશભાઈ જોશી ની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે.

આ તકે મોરબી પરશુરામ ધામના ટ્રસ્ટ ના પ્રમુખ ભૂપતભાઇ પંડ્યા,ટ્રસ્ટી ડો.અનિલભાઈ મહેતા,હસુભાઈ પંડ્યા,નલિનભાઈ ભટ્ટ,ડો લહેરુ સાહેબ,મહેશભાઈ ભટ્ટ,નરેન્દ્રભાઈ મહેતા,મનોજભાઈ પંડ્યા, હળવદ તાલુકા પ્રમુખ હરેશભાઇ મહેતા,નીતિનભાઈ પંડ્યા,અરુણભાઈ ઠાકર, ડો આશિષ ભાઈ ત્રિવેદી વિનુભાઈ ભટ્ટ,મોરબી જિલ્લા મહિલા પ્રમુખ કિરણબેન ઠાકર,મોરબી જિલ્લા પ્રમુખ ભરતભાઇ ઓઝા,મહામંત્રી નીરજભાઈ ભટ્ટ,મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ,મોરબી બ્રહ્મસમાજ મહિલા મંડળના પ્રમુખ નીલાબેન પંડિત, ચેતનાબેન જોશી,દર્શનાબેન જોશી,મોરબી પરશુરામ યુવા ગુપના પ્રમુખ અતુલભાઈ જોશી,ઉપપ્રમુખ કમલભાઈ દવે,ઉપપ્રમુખ મહિધરભાઇ દવે,વિજયભાઈ રાવલ જીલ્લા બ્રહ્મસમાજ મીડિયા કનવિનર ભાસ્કરભાઈ જોશી સહિતના મોટી સંખ્યામાં બ્રહ્મસમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને નવા હોદ્દેદારોને હાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.આ સાથે મોરબી જિલ્લા બ્રહ્મસમાજ ના મહામંત્રી ચિંતન ભાઈ ભટ્ટ દ્વારા તમામ હોદેદારો ના નામ ની સત્તાવાર રીતે જાહેરાત કરવામા આવી હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!