Saturday, December 28, 2024
HomeGujaratમોરબી એસઓજી ટીમે ટંકારા નજીક રિક્ષામાંથી મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક ઈસમને...

મોરબી એસઓજી ટીમે ટંકારા નજીક રિક્ષામાંથી મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડયો

મોરબી એસ.ઓ.જી ટીમે ટંકારા નજીકથી મેફેડ્રોન ડ્રગ્સ પાવડર સાથે એકને પકડી પાડયો છે. મોરબી એસ.ઓ.જી ટીમે રાજકોટથી મોરબી તરફ આવતી રીક્ષા તપાસતા તેમાંથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે મોરબી એસ.ઓ.જી ટીમે ટંકારા પોલીસ મથકે ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, રાજકોર રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ દ્વારા તેમજ મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ ગેરકાયદેસર નાર્કોટીક્સ માદક પદાર્થ રાખતા તેમજ વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા મોરબી એસ.ઓ.જી. પી.આઇ. એમ.પી,પડ્યાને સુચના કરેલ હોય જે અંગે એસ.ઓ.જી.ની ચાર્ટર મુજબની કામગીરી કરવા મોરબી એસ.ઓ.જી.સ્ટાફ પ્રયત્નશીલ હોય તે દરમિયાન તેઓને બાતમી મળેલ કે, જીતેન્દ્રભાઇ રામજીભાઇ પ્રજાપતિ (રહે.હાલ લક્ષ્મીનારાણય એપાર્ટમેન્ટ મોરબી-૨) પોતાના કબજામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ પાવડર લઇ GJ-1-TB-3442 નંબરની સી.એન.જી. ઓટો રીક્ષામાં બેસી રાજકોટ તરફથી મોરબી તરફ જવા નિકળનાર છે. જે બાતમીનાં આધારે પોલીસે સ્થળ પર વોચ ગોઠવી તપાસમાં રહેતા જીતેન્દ્રભાઇ રામજીભાઇ પ્રજાપતિ (રહે.હાલ લક્ષ્મીનારાયણ એપાર્ટમેન્ટ પાંચમો માળ રૂમ નં-૫૦૪ એસ.આર.પેટ્રોલપંપ સામે ત્રાજપર ચોકડી મોરબી-૨ મુળ રહે.વિવેકાનંદનગર હાથીજણ સેક્ટર -૪, કે-૫૪ અમદાવાદ) નામનો ઇસમ રૂ.૧,૦૨,૦૦૦/-ના મેફેડ્રોનનાં ૧૦.૨૦ ગ્રામનાં જથ્થા, રૂ.૧૦,૦૦૦/-ની કિંમતનાં ૨ મોબાઇલ ફોન તથા રોકડા રૂ.૧૮૧૦/- મળી કુલ રૂ.૧,૧૩,૮૧૦૪નાં મુદ્દામાલ સાથે મળી આવતા એન.ડી.પી.એસ. એક્ટની કલમ-૮(સી), ૨૧(બી) મુજબની કાર્યવાહી કરી ઇસમને ધોરણસર અટક કરી ટંકરા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!