Saturday, January 11, 2025
HomeGujarat'જય માં મચ્છો'ના નાદ સાથે આવતીકાલે મોરબીમાં મચ્છુ માતાજી અને પુનીયા મામાની...

‘જય માં મચ્છો’ના નાદ સાથે આવતીકાલે મોરબીમાં મચ્છુ માતાજી અને પુનીયા મામાની ભવ્ય રથયાત્રા યોજાશે

આવતીકાલે અષાઢી બીજ ના દિવસે મોરબીમાં ભરવાડ-રબારી સમાજના આરાધ્ય દેવી મચ્છુ માતાજી અને દેવ પુનિયા મામા ના પ્રાગટ્ય દિવસ નિમિતે રથયાત્રા રોજ યોજાશે.

- Advertisement -
- Advertisement -

આવતીકાલે યોજાનારી મચ્છુ માતાજી અને પુનીયા મામા ની રથયાત્રા મહેન્દ્ર પરા માં મચ્છુ માતાજીની જગ્યાથી શરૂ થઈ ને સમગ્ર શહેરમાં ફરતાં ફરતાં મચ્છુ માતાજીના મંદિર, મચ્છુબારી, દરબાર ગઢ મોરબી ખાતે પૂર્ણ કરવામાં આવશે. આ પ્રસંગે શોભાયાત્રા દરમિયાન સંતદર્શન થશે અને કુંવરબેન આહીર-કચ્છ, શામજીભાઈ આહીર -કચ્છ અને વિજુબેન આહીર -ખંઢેરી એન્ડ ગ્રુપ જેવા નામી કલાકારો રાસની રમજટ બોલાવશે. આ ઉપરાંત રાત્રે ૧૦ વાગ્યે ભવ્ય લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગાંડુભગત બીજલભગત ગોલતર, મહંત કિશનભગત દેવાભગત ગોલતર શ્રી મચ્છુ મિત્ર મંડળ તરફથી આ પાવન પ્રસંગે શોભાયાત્રા, લોકડાયરામાં અને મહાપ્રસાદ તથા ચા-પાણીનો લાભ લેવાં સમસ્ત ધર્મપ્રેમીઓને જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!