સરકારી શાળામાં ભણતા બાળકોનો શિક્ષણ ક્ષેત્રે વિકાસ થાય અને આર્થિક રીતે નબળા બાળકોને મદદ થાયએ હેતુથી શ્રી રાજપુત કરણી સેના મોરબી જીલ્લા ટીમ દ્વારા સ્ટેશનરી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
શ્રી રાજપુત કરણી સેના મોરબીના જણાવ્યા અનુસાર, મોરબી તાલુકાના મધુપુર ગામે સરકારી શાળામાં બાળકો માટે પ્રવેશ ઉત્સાહ કાર્યક્રમ યોજાયો હતો. જે કાર્યક્રમમાં શ્રી રાજપૂત કરણી સેના મોરબી જિલ્લાની ટીમે હાજરી આપી હતી. તેમજ આ શાળાના બાળકોને સ્કૂલબેગ, બુક, સ્ટેશનરી અને પુસ્તકો વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ મધુપુર સ્કૂલના આચાર્ય કાનાભાઇ રાઠોડ તેમજ બ્રિજેશભાઈ બોરીચાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી કરણી સેના જિલ્લા પ્રમુખ મનોજ સિંહ જાડેજા, તાલુકા પ્રમુખ જયદેવસિંહ જાડેજા , તાલુકા ઉપ પ્રમુખ દિગ્વિજયસિંહ ઝાલા, જિલ્લા મહામંત્રી દિગપાલસિંહ રાણા, જિલ્લા સહમંત્રી રત્નદીપ સિંહ જાડેજા, શહેર મંત્રી રવિરાજસિંહ જાડેજા, અશોકસિંહ ઝાલા તેમજ જુના સાદુરકા તેમજ મધુપુર ગામના લોકો જોડાયા હતા. ત્યારે આ તકે શાળાના શિક્ષક ગણો અને મધુપુર ગામના અઢારે વર્ણના લોકોએ કરણી સેનાને વધાવી હતી.