ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા મુખ્યમંત્રી ભુપેદ્નભાઈ પટેલને પત્ર લખી બીપરજોય વાવાઝોડાથી મોરબી જીલ્લાના બાગાયતી પાકોને થયેલ નુકશાનનું વળતર ચુકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
કાન્તિલાલ બાવરવા દ્વારા મુખ્યમંત્રીને લખાયેલ પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, મોરબી જીલ્લાના ખેડૂતો કે જે બયાગતી પાકની ખેતી કરે છે. તેઓને બીપરજોય વાવાઝોડાથી ભારે નુકસાન થવા પામેલ છે. આ બાગાયતી પાકો જેવા કે કેરી , દાડમ, લીંબુ,ચીકુ , ખારેક , અને ડ્રેગનફ્રુડની ખેતી મોરબી જીલ્લામાં થાય છે. આ દરેક પાકોને મોટું નુકશાન જવા પામેલ છે. આ પાકોના છોડ, ઝાડ ઉછેરવામાં ખુબજ ખર્ચ થતો હોય છે. આવો મોંઘો ખર્ચ કરીને ઉછરેલ પાકો તેમજ તેમાં થયેલ ફળો નાશ પામેલ છે. તો આવા પાકોનું વાવેતર કરેલ ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવાવા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા મુખ્યમંત્રી ભુપેદ્નભાઈ પટેલને લખેલ પત્રમાં માંગણી કરવામાં આવી છે.