Sunday, November 17, 2024
HomeGujaratરાજકોટ શહેર એસ.ઓ.જી. દ્વારા ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત ૧૦૦૦ થી વધારે કિ.મી.ની...

રાજકોટ શહેર એસ.ઓ.જી. દ્વારા ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત ૧૦૦૦ થી વધારે કિ.મી.ની બાઇક રેલી યોજાશે

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સ અને નાસાખોરીનું પ્રમાણ વધ્યુ છે. SOG અને પોલીસની ટીમ દ્વારા ઠેર ઠેર દરોડા પાડીને ડ્રગ્સ પેડલરોને દબોચવામાં આવી રહ્યાં છે, પરંતુ આ બધાની વચ્ચે રાજકોટ શહેર એસ.ઓ.જી. દ્વારા ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ બાઇકર્સ ફેન કલબના બાઇકર્સ ૧૦૦૦ થી વધારે કિ.મી.ની બાઇક રેલી યોજાશે.

- Advertisement -
- Advertisement -

રાજકોટ શહેર એસ.ઓ.જી. શાખાનાં જણાવ્યા અનુસાર, ભારત સરકાર દ્વારા “Drugs Free India” ના વિઝન હેઠળ તા.૧૨ થી ૨૬ જૂન ૨૦૨૩ ને “નશામુકત ભારત પખવાડીયા” જાહેર કરેલ હોય જેથી રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ તથા નાયબ પોલીસ કમિશ્નર ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહીલ તથા મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ ભરત બી. બસીયા દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તે માટે “SAY YES TO LIFE,SEY NO TO DRUGS” મિશન અંતર્ગત Drugs થી થતા દુરઉપયોગ અને તેની ખરાબ અસરો વિશે ડ્રગ્સ અવેરનેસના કાર્યક્રમ કરવા સુચના આપેલ હોય. જે સબંધે રાજકોટ શહેર પોલીસ પ્રતિબધ્ધ હોય અને એસ.ઓ.જી. ના પી.આઇ. જે.ડી.ઝાલાની રાહબરી હેઠળ રાજકોટ બાઇકર્સ ફેન કલબના બાઇકર્સ તહા ફક્કડ, કેઝર જોડીયાવાલા અને રાજભાઇ તા.૨૩/૦૬/૨૦૨૩ ના રોજ રાજકોટ થી અમદાવાદ, ગાંધીનગર થઇ ડુંગરપુર (રાજસ્થાન) સુધી કુલ ૧૦૦૦ થી વધારે કિ.મી.ની બાઇક રેલી કરી તા.૨૫/૦૬/૨૦૨૩ ના રોજ રાજકોટ ખાતે પરત થશે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!