મોરબી માળિયા નેશનલ હાઇવે પર ગાળા ગામ નજીક આવેલ એક શોપિંગ સેન્ટર માં આવેલ ગેસના ગોડાઉનમાં આગનો બનાવ બન્યો હતો.
આ આગ LPG ગેસ સિલિન્ડર ના ગોડાઉનમાં લાગી હોવાની બનાવ બન્યો હતો.જેમાં સવારથી લાગેલી આ આગમાં વિસ્ફોટ પણ થયો હતો જે બાદ આગ એ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.અને જોત જોતામાં આ આગ આજુ બાજુની સાત દુકાનને ઝપટે લીધી હતી.જોકે આ આગના બનાવની જાણ મોરબી ફાયર ટીમ ને થતા તુરંત ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવા પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હતા અને આશરે સાત આઠ કલાકની જહેમત બાદ આગ ને કાબૂમાં લેવામાં આવી હતી.તેમજ આ આગમાં ત્રણ જેટલા બાઇકો ભસ્મીભૂત થયા હતા.ત્યારે બીજી બાજુ ફાયર વિભાગ ની ટીમે ગોડાઉન ની બાજુમાં આવેલ દુકાનો માંથી ત્રણ લાખ રોકડ તેમજ લેપટોપ સહિતનો માલ કાઢી આપી દુકાનદાર ને સોંપ્યો હતો.
આ બનાવ સંદર્ભે મોરબી તાલુકા મામલતદાર નિખિલ મહેતા,મોરબી તાલુકા પોલીસ નો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.તેમજ આ દરમિયાન આ આગ ના બનાવ સ્થળથી આશરે ૪૦૦ મીટર દૂર ગેસ સિલિન્ડર ઉડીને લાગવાથી યુવક નુ મોત થયું હોવાની વાતો પણ વહેતી થઈ છે પરંતુ આ મામલે તંત્ર દ્વારા હજુ સુધી પુષ્ટિ કરવામાં આવી નથી.
તેમજ મોરબી તાલુકા મામલતદાર દ્વારા આ બનાવને ગંભીરતાથી લઈને આ ગોડાઉન કોનું હતું?અહીંયા કેવી રીતે ચાલતું હતું?આ ગોડાઉન કાયદેસર હતું કે નહીં જેવા અનેક સવાલોના જવાબ મેળવવા તપાસ હાથ ધરવામાં આવી છે.