ગઈકાલે પરેશભાઇ લક્ષ્મણભાઇ રાવત (રહે. રવાપરરોડ, મોરબી) પોતાની કાર લઇને મોરબી- માળીયા હાઇવેરોડ ઉપર રવિરાજ ચોકડી પાસેથી પસાર થતાં હતા. તે દરમ્યાન પાછળથી GJ-03-LR-2451 નંબરની અર્ટીગા કારના ચાલકે ફરીયાદીની ગાડીને ઓવરટેક કરી ફરીયાદીની ગાડીને રોકી મારી ગાડી સાથે ગાડી કેમ ભટકાડેલ તેમ કહી માથાકૂટ કરી ફરીયાદીને જાનથીમારી નાખવાની ધમકી આપી, ડરાવી ધમકાવી ફરીયાદી પાસેથી બળજબરીથી રૂ, ૨૩,000/- કઢાવી લીધેલ જે બાબતે ફરીયાદીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા મોરબી કાઇમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં સંડોવાયેલ આરોપીને મુદામાલની રકમ તથા ગુનામાં વપરાયેલ કાર સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવએ બળજબરીથી રૂ, ૨૩,000/- કઢાવી લેવાના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને તાત્કાલીક અસરથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા મોરબી જિલ્લા એસપી રાહુલ ત્રિપાઠીને સુચના આપતા તેઓની સુચના તથા માર્ગદર્શન મુજબ મોરબી એલ.સી.બી. પી.આઇ. ડી.એમ.ઢોલ તથા કે.જે.ચૌહાણ, એલ. સી.બી. પી.એસ.આઇ. એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડના માણસો આરોપી તથા કારની તપાસમાં હોય તે દરમ્યાન હ્યુમન ઇન્ટલીજન્સ તથા ટેકનીકલ માધ્યમ મારફતે ગુનામાં સંડોવાયેલ આરોપી તથા અર્ટીગા કારનો ચાલક મહમદઅવેશ નસરૂદીનભાઇ ધોણીયા (રહે. રાજકોટ) હોવાની હકીકત મળતા તુરંત જ એક ટીમ રાજકોટ ખાતે રવાના કરી આ ગુનામાં સંડોવયેલ આરોપી તથા મુદામાલની રોકડ રકમ રૂ. ૨૩,૦૦૦/- તથા ગુનામાં વપરાયેલ GJ-03-LR-2451 નંબરની અર્ટીગા કાર મળી આવતા મહમદઅવેશ નસરૂદીનભાઇ ધોણીયા (રહે.ઘાંચીવાડ શેરી નં.૦૨/૦૭ જીલ્લા ગાર્ડન પાસે રાજકોટ)ને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.