મોરબીના લાલપર ગામના બસ સ્ટેશન પાસે ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં પુરપાટ ઝડપે જતા ટ્રકના ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષા આગળ જઈ રહેલ બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં રિક્ષા ચાલકને ગંભીર ઈજાઓ પહોચતા તેને સારવારમાં ખસેડાયા હતા. તેમજ સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીનાં કુબેર સીનેમા પાછળ મફતીયાપરા વિસ્તાર પાણીની ટાકી પાછળ ત્રાજપર ખાતે રહેતા અને રિક્ષા ડ્રાઇવિંગનો ધંધો કરતા મેરૂભાઇ કરશનભાઇ મકવાણા તા-૨૩/૦૬/૨૦૨૩ ના સવારના સમયે પોતાની જી-જે-૩૬-યુ-૮૪૭૯ નંબરની રિક્ષામા મકનસરથી બે પેસેન્જર બેસાડી મોરબી તરફ આવતા હતા ત્યારે લાલપર ગામના બસ સ્ટેશન પાસે શ્યામ હોટલની સામે વાકાનેર મોરબી નેશનલ હાઇવે રોડની ડિવાઇડરની કટ નજીક પહોચતા આગળ એક પીળા કલરની ટ્રાવેલ્સ જતી હોય અને તેના ચાલકે બ્રેક કરતા ફરીયાદીએ રીક્ષાની બ્રેક કરેલ અને બન્ને ધીમે ધીમે જતા હતા ત્યારે પાછળથી એક અજાણ્યા આઇસર ટ્રક ચાલકે તેનુ આઇસર વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી આવી રીક્ષાને પાછળથી હડફેટે લેતા રીક્ષા આગળ જતી ટ્રાવેલ્સના પાછળના ભાગે ભટકાતા આ બનાવ બનેલ છે. અને આ અકસ્માતમા ફરીયાદીને જમણા પગમા સાથળના ભાગે તથા ઢીચણના નીચેના ભાગે ઇજા થતા ૧૦૮ મા મોરબી આયુષ હોસ્પીટલ ખાતે દાખલ કરતા ફરીયાદીના જમણા પગમા સાથળના ભાગે તથા ઢીચણના નીચેના ભાગે ફેકચર થયેલ અને સાથળના ભાગે ઓપરેશન કરેલ તો આ અજાણ્યા નંબરના આઇસર ટ્રક ચાલક આરોપીએ પોતાનું આઇસર ટ્રક એકસીડન્ટ કરી સ્થળ ઉપરથી લઇ નાશી જતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.