મોરબીમાં ગઇકાલે બપોરથી સાંજ સુધીમાં ૩.૩૦ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેને પગલે શહેરભરમાં અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.જે મામલે મોરબી કોંગ્રેસ ના મહામંત્રીએ નગરપાલીકા ની પ્રિમોનસુન કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે.
જેમાં મોરબી કૉંગ્રેસ મહામંત્રી મહેશ રાજ્યગુરુ એ જણાવ્યું છે કે મોરબી નગરપાલિકા પ્રજા ને પ્રાથમિક સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ ગયેલ છે કચરા કલેક્શન હોય કે સીટી બસ ની સેવા હોય કે છેવાડા માં વિસ્તાર માં પીવા ના પાણી પહોંચાડવા ની વાત હોય કે શેરી ગલીઓમાં લાઈટ કે ગટરના ઉભરાતા પાણી ની સમસ્યા જેવી તમામ સમસ્યા ઉકેલવા માં ભાજપ નુ શાસન હોય કે વહીવટદાર નુ શાસન હોય તમામમાં પ્રજા પરેશાન જ રહેલ છે.
તેમજ મોરબી નગરપાલિકાની દ્વારા પ્રિ મોનસુનની કામગીરી કેવી કરવા માં આવી તે મોરબી માં પડેલ પ્રથમ વરસાદ માં લીરે લિરા ઉડાવી દીધા હોય તેવો ઘાટ સર્જાયો છે.
આજે જ્યાં જોવો ત્યાં પાણી ભરાઇ ગયા છે. પ્રજા ના ટેક્ષ ના લાખો રૂપિયા પ્રી મોનસુન ની કામગીરી કરી પણ એ કામગીરી વરસાદી પાણી ના નિકાલ માટે કામ ના આવી તેવી પ્રથમ વરસાદ માં જોવા મળી લાતી પ્લોટ હોય કે સામાં કાંઠાના વિસ્તારો હોય કે છેવાડાના વિસ્તારો હોય તમામ રોડ રસ્તાઓ પર વરસાદ બંધ થઈ ગયા પછી પણ પાણીનો નિકાલ થઈ શકતો ન હતો. મોરબીના ધારાસભ્ય વારંવાર મોટી મોટી વાતો કરી પ્રજનન સુવિધા આપવાની ગુલબાંગો ફેકે છે પણ પાલિકા માં ધારાસભ્ય પાસે સુવિધા આપવાની નક્કર નીતિ નથી તેમ પ્રજા માને કારણ કે હજી તો ચોમાસા ની શરૂઆત જ છે ત્યારે જો મોરબીની આવી હાલત હોય તો આવો વરસાદ આવશે ત્યારે મોરબી શહેર ની કેવી હાલત રહેશે તે પ્રજા જણાવવા માગે છે તેમ મોરબી જિલ્લા કોંગ્રેસ ના મહામંત્રી મહેશ રાજ્યગુરુ દ્વારા જણાવવામાં આવ્યું છે.