મોરબી જિલ્લામાં ગઈકાલે બે લોકોનાં અકાળે મોત નિપજ્યાનું પોલીસ ચોપડે નોંધાયું છે. જેમાં ઢુવાના યુવકનું ફોરવ્હીલ નીચે દબાઇ જતા મોત નીપજ્યું છે. જયારે હળવદ હળવદની આધેડ મહિલાની નર્મદા કેનાલમાંથી લાશ મળી આવી છે.
પ્રથમ બનાવમાં, બ્રોવેટ સીરામીક લાકડધાર ઢુવા ખાતે રહેતો ધર્મેશભાઇ દિનેશભાઇ ભટીયા નામનો યુવક ગઈકાલે બ્રોવેટ સીરામીકમાં કામ કરતો હતો. તે ફોરવ્હીલ નીચે દબાઇ જતા તેને તાત્કાલિક વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો. અને સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં, હળવદની શીવાલીક સોસાયટી ખાતે રહેતી લલીતાબેન રમણીકભાઇ કાસોડીયા નામની આધેડ મહિલાનાં પતિ બે વર્ષ પહેલા મરણ ગયેલ હોય જેથી તેઓ ટેન્શનમા રહેતા હોય અને દવા પણ લેતા હોય એ ઘરેથી અવાર નવાર બનીકળી જતા હોય જેઓ ગઈકાલે પણ વહેલી સવારના ઘરેથી નીકળી જઇ હરીદર્શન હોટ્લ પાછળ નીકળતી ધાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલમા જતા કેનાલમા પાણીમા ડુબી જતા તેનું મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે હળવદ પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.