શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ-મોરબી દ્વારા પ્રતિવર્ષ ની જેમ પ્રવર્તનમાન વર્ષે પણ લોહાણા સમાજ ના ધો-૫ થી કોલેજ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓ-બહેનો માટે વિનામુલ્યે ફુલસ્કેપ નોટબુક વિતરણ નું આયોજન શ્રી લોહાણા મહાજન વાડી-સુધારાવાડી શેરી, મોરબી ખાતે કરવા માં આવ્યુ હતુ જેમાં કુલ ૬૦૦૦ ફુલસ્કેપ નોટબુક નુ વિતરણ લોહાણા સમાજ ના વિદ્યાર્થીઓને કરવા માં આવ્યુ હતુ.
પ્રવર્તમાન વર્ષે શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ દ્વારા વિનામુલ્યે ફુલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમ માં વાલજીભાઈ વશરામભાઈ ચગ (પૂર્વ પ્રમુખ-શ્રી લોહાણા મહાજન મોરબી) પરિવાર, નગીનભાઈ ભોજાણી પરિવાર (ગીતા ઓઈલ ઈન્ડ.), જમનાદાસભાઈ ભગવાનજીભાઈ ભોજાણી પરિવાર, સ્વ.કનુભાઈ કેશવજીભાઈ પંડિત પરિવાર, મનિષભાઈ ભોજાણી (સ્થાપત્ય કંસ્ટ્રક્શન) પરિવાર, RSC મસાલા (નિતીનભાઈ તથા દીપકભાઈ પોપટ) પરિવાર, રઘુવંશી યુવક મંડળ-મોરબી પરિવાર, પ્રવિણભાઈ કક્કડ (જનતા ક્લાસીસ) પરિવાર, હસમુખરાય ચીમનલાલ પુજારા પરિવાર, સી.પી. પોપટ પરિવાર, સ્વ.મંગળાગૌરીબેન ચુનીલાલ કાથરાણી પરિવાર, નિલેશભાઈ પ્રભુદાસભાઈ ખખ્ખર પરિવાર, પ્રતિકભાઈ તથા હાર્દિકભાઇ એચ. હાલાણી પરિવાર, સ્વ.જ્યોત્સનાબેન મનહરલાલ ચગ પરિવાર, મહિમા ગીફ્ટ તથા તારામ ગીફ્ટ પરિવાર, સ્વ.મધુરિકાબેન કીર્તિભાઈ પાવાગઢી પરિવાર તરફથી સહયોગ કરવામાં આવ્યો હતો.
ફુલસ્કેપ નોટબુક કાર્યક્રમ ને સફળ બનાવવા શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ ના નિર્મિતભાઈ કક્કડ, ભાવીનભાઈ ઘેલાણી, નરેન્દ્રભાઈ રાચ્છ, કીશોરભાઈ ઘેલાણી, મુકુંદભાઈ મીરાણી, જગદીશભાઈ કોટક, કીર્તિભાઈ પાવાગઢી, જયંતભાઈ રાઘુરા, અનિલભાઈ ગોવાણી, નિમિષભાઈ કોટક, જગદીશભાઈ રાચ્છ સહીતના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી.