મોરબીમાં લગ્ન કરવાની લાલચ આપી સગીરાનું અપહરણ કરનાર યુવક વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અપહરણ તેમજ એટ્રોસીટી એક્ટ મુજબ ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, મોરબી શહેરમાં રહેતા ભીલ પરિવારની સગીર દીકરીને વિપુલ ધનજીભાઇ કોળી (રહે. શકિતનગર તા.જી.મોરબી) નામનો શખ્સ લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી ગયો હોવાની સગીરાના પિતાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
જેમાં તેણે જણાવ્યું હતું કે, તેઓ માળીનુ કામ કરે છે અને તેમના પતિ અને સગીર વયની દીકરી કારખાનામા કામ કરે છે. ગત તા-૦૪/૦૬/૨૦૨૩ ના રોજ તેના પતિ અને દીકરીને કારખાનામા રજા હોય જેથી તેઓ ઘરે જ હોય તેઓ રાત્રીના ઘરે સુતા હતા અને મોડી રાત્રીના અઢીક વાગ્યાના સમયે ફરિયાદીની નીંદર ઉડેલ અને જોયેલ તો મારી દિકરી તેની જગ્યાએ ન હતી. જેથી તેઓએ દીકરીની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ કોઈ પતો ન લાગતા ફરિયાદીના પત્નીએ તેને જણાવેલ કે, એક છોકરો વિપુલભાઇ ધનજીભાઇ કોળી જે શકિતનગરનો છે. તે તેની દીકરીને મળવા આવતો હતો અને તેની સાથે અવાર નવાર વાતો કરતો હતો. જેથી ફરિયાદીએ તેના સગાસંબંધીઓ સાથે મળી તપાસ કરતા વિપુલના માતા એ કહેલ કે વિપુલ પણ તેમના ઘરેથી કીધા વગર નીકળી ગયેલ છે અને ઘરે પાછો આવેલ નથી બાદ વિપુલને ફોન કરતા તેનો ફોન પણ બંધ આવતો હતો. જેથી સગીરાનાં પિતાએ સમગ્ર મામલે વિપુલ નામના યુવક વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અપહરણ અને એટ્રોસીટી એક્ટ મુજબ ફરીયાદ દાખલ કરાવી છે.