ઇસ્લામિક કેલેન્ડરના છેલ્લા મહિનામાં જુલ-હિજ્જાહમાં બકરી ઇદ ઉજવવામાં આવે છે. આ વર્ષે ભારતમાં 29 જૂન, રવિવારના રોજ બકરી ઇદ તથા ઈદ-ઉલ-અજહાની ઉજવણી થવાની સંભાવના છે. જોકે બકરી ઇદકે અન્ય મુસ્લિમ તહેવારોની તારીખ ચંદ્રને જોઈને નક્કી કરવામાં આવે છે. ત્યારે બકરી ઇદને લઈ આજ રોજ જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની આગેવાની હેઠળ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ જોડાયા હતા.
મળતી માહિતી અનુસાર, આવતીકાલ તારીખ 29/6/23 નાં રોજ બકરી ઇદનાં તહેવાર અન્વયે આજરોજ જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની આગેવાની હેઠળ ડી.વાય.એસ.પી પી.એસ.ગોસ્વામી તથા બી ડીવીજન પોલીસ સ્ટેશન પી.આઇ. તથા પી.એસ.આઇ. તથા એલ.સી.બી. પી.આઇ. તથા સ્ટાફ દ્રારા આજરોજ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. આ ફુટ પેટ્રોલીંગ દરમિયાન જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ રોડ બંદોબસ્ત તથા અન્ય જરુરી માર્ગદર્શન આપીને બકરી ઇદનાં પર્વની ઉજવણી શાંતિમય રીતે પૂર્ણ થાય એ માટે જરુરી સુચનાઓ આપી હતી.